ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ જિલ્લાઓ માટે 75 હજાર કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી - કોરોના અપડેટ

રાજ્ય સરકાર દ્વારા 1મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વય ધરાવતા લોકો માટે કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના 3 જિલ્લા માટે 75 હજાર કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ જિલ્લાઓ માટે 75 હજાર કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી
સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ જિલ્લાઓ માટે 75 હજાર કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી

By

Published : May 1, 2021, 1:52 PM IST

  • જામનગર માટે 15 હજાર ડોઝ રાજકોટથી મોકલવામાં આવ્યા હતા
  • કચ્છ માટે 10 હજાર ડોઝ ડાયરેક્ટ ગાંધીનગરથી મોકલવામાં આવ્યા
  • સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લાઓ માટે કુલ 75 હજારના ડોઝ ફાળવાયા હતા

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા 1લી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વય ધરાવતા લોકો માટે કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી છે. ત્યારે શનિવારથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને વિધિવત રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. રાજકોટ માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર કોરોના વેક્સિનના ડોઝ ફાળવાયા છે. જે વહેલી સવારે રોડ મારફતે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રાજકોટમાં 18 વર્ષથી વધુની વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ જિલ્લાઓ માટે 75 હજાર કોરોના વેક્સિનના ડોઝની ફાળવણી

આ પણ વાંચોઃરાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા

રાજકોટને ફાળવ્યા 50 હજાર કોરોના વેક્સિનના ડોઝ

રાજ્ય સરકાર દ્વારા 18 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે શનિવારે કોરોના વેક્સિન માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર જેટલા કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લાઓ માટે કુલ 75 હજારના ડોઝ ફાળવાયા હતા. જેમાં કચ્છ માટે 10 હજાર ડોઝ ડાયરેક્ટ ગાંધીનગરથી મોકલવામાં આવ્યા હતા. જ્યારે જામનગર માટે 15 હજાર ડોઝ રાજકોટથી મોકલવામાં આવ્યા હતા. આ ડોઝ સવારે 5 ક્લાકે પહોંચી ગયા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા 10 જિલ્લાઓમાં આજથી કોરોના વેક્સિનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details