ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેક્સિન ટોકન વેચાવાનો વશરામ સાગઠિયાનો આક્ષેપ - Congress

રાજકોટમાં રેમડેસિવિરનું કૌભાંડ બહાર આવ્યું હતું અને હવે વેક્સિનનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે મનપા કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ ભાજપના શાસકો પર આકરા પ્રહારો કર્યાં હતાં. સમગ્ર દેશમાં કોરોના સામે લોકો જંગ લડી રહ્યાં છે ત્યારે અમુક લેભાગુ તત્વો દ્વારા કાળાબજારી કરવાના બનાવો સામે આવી રહ્યાં છે.

રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેક્સિન ટોકન વેચાવાનો વશરામ સાગઠિયાનો આક્ષેપ
રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેક્સિન ટોકન વેચાવાનો વશરામ સાગઠિયાનો આક્ષેપ

By

Published : May 14, 2021, 7:59 PM IST

  • રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેક્સિન ટોકનનું વેચાણ?
  • વશરામ સાગઠિયાએ ભાજપના શાસકો પર કર્યા પ્રહારો
  • વેક્સિન કૌભાંડને લઇને રાજકોટ કોંગ્રેસ આકરા પાણીએ

    રાજકોટઃ કોરોના સામેની લડાઇમાં વેક્સિન જ એકમાત્ર હથિયાર છે, લોકો વેક્સિન લે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચીને જાહેરાતો કરી રહી છે. પરંતુ ત્યાં પણ 45થી વધુ વયના વેક્સિન લેવા ઇચ્છુક લોકોને વેક્સિન લેતાં પહેલા ટોકન લેવું પડે છે અને આવા ટોકન આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેચાઇ રહ્યાંનો કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ ભાજપના શાસકો પર પ્રહારો કર્યા હતાં.
    રાજકોટમાં રેમડેસિવિરનું કૌભાંડ બહાર આવ્યું હતું અને હવે વેક્સિનનું કૌભાંડ સામે આવ્યું છે

આ પણ વાંચોઃ વેક્સિનની ફાળવણી અંગે સવાલ - સરકારી આરોગ્ય કેન્દ્રમાં માત્ર 100 ડોઝ, તો ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં પુરતો જથ્થો કેમ?


વધેલા 10 ટોકન 100 રૂ.માં કતારમાં ઊભેલા લોકોને આપી વેચવામાં આવે છે

કોરોનાની આફતને કેટલાક લેભાગુ તત્ત્વોએ બિઝનેસ બનાવી લીધો છે. દર્દી અને તેના સંબંધીને લૂંટવામાં આવે છે. સેમ્પલ લીધા વગર કોરોના નેગેટિવ રિપોર્ટ આપવામાં આવતાં હતાં અને આ માટે વધુ રકમ વસૂલાતી હોવાની અગાઉ ફરિયાદ થઈ ચૂકી છે. મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. 200 ટોકન આપી દેવામાં આવે છે. તેમાંથી 180 કે 190 જેટલા ટોકન કતારમાં ઊભેલા લોકોને આપે છે અને વધેલા 10 ટોકન 100 રૂ.માં વેચવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાજકોટ રેમડેસિવિર ઇંજેક્શન કૌભાંડ મામલે ગુનેગાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે: રાહુલ ગુપ્તા

ABOUT THE AUTHOR

...view details