- ગુંદાવાડી સિવાય રાજકોટના તમામ બજારો અને યાર્ડ ખુલ્લા
- પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટઃ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં ભારત બંધની અસર આંશિકપણે જોવા મળી હતી. રાજકોટની મુખ્ય બજાર એવી ગુંદાવાડી સિવાયની સોની બજાર, માર્કેટિંગ યાર્ડ, ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા હતા. જ્યારે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજકોટમાં અંદાજીત 2 હજાર કરતા વધુ પોલીસકર્મીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. ત્યારે વહેલી સવારથી જ કોંગી નેતાઓને પણ અટકાયત કરવામાં આવી રહી છે.
રાજકોટના ગુંદાવાડી બજાર સિવાય તમામ બજારો અને યાર્ડ ખુલ્લા અત્યાર સુધીમાં 100 કરતા વધુ કોંગી નેતાની અટકાયતરાજકોટમાં બંધને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી જ શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર પ્રદેશ, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષા વાળા સહિતના અંદાજીત 100 કરતાં વધુ કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. જ્યારે NCPના કાર્યકર્તાઓની પણ બહુમાળી ખાતેથી અટકાયત કરવામાં આવી છે. આમ વહેલી સવારથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત શહેરમાં ગોઠવવામાં આવ્યો છે અને વિરોધ દર્શાવી રહેલા નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભારત બંધ: રાજકોટમાં 2,000 પોલીસકર્મી ખડેપગે
ગુંદાવાડી બજાર સંપૂર્ણ બંધ જોવા મળી
સોમવારે કોંગ્રેસના નેતાઓ દ્વારા ગુંદાવાડી બજારમાં વેપારીઓને બંધને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી જ ગુંદાવાડી બજાર સંપૂર્ણ બંધ જોવા મળી હતી. વેપારીઓ દુકાનની બહાર બંધ પાડીને ઉભા રહેતા જોવા મળ્યા હતા. જ્યારે આ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. જેને લઇને શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.