ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 20 માર્ચથી શહેરના તમામ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે

ગુજરાતમાં ફરી કોરોના વાઇરસના સંક્રમણે જોર પકડ્યું છે, ત્યારે સુરત, અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ આગામી સૂચના સુધી બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે.

રાજકોટ
રાજકોટ

By

Published : Mar 19, 2021, 8:13 PM IST

  • ચૂંટણી બાદ જોવા મળ્યો કેસમાં ઉછાળો
  • આગામી સૂચના સુધી બગીચા રહેશે બંધ
  • એક જ બિલ્ડિંગમાં આવ્યા 25 કેસ

રાજકોટ:કોરોના વાઇરસ સંક્રમણ સામે સાવચેતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જેમાં 20 માર્ચ, 2021થી શહેરના તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર દ્વારા નવી સૂચના ન આવે ત્યાં સુધી બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે.

રાજકોટમાં બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ

આ પણ વાંચો:આજથી 27 એપ્રીલ સુધી અમદાવાદનો નેહરુ બ્રિજ બંધ રહેશે

આગામી સૂચના સુધી રહેશે બાગ બગીચા બંધ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના હાઇપ્રોફાઈલ વિસ્તારમાં કોરોનાના કહેર સાથે સાધુવાસવાણી રોડ પર આવેલા કોપર હાઇટ્સની એક બિલ્ડિંગમાં એક સાથે 9 કેસ આવ્યા અને સંપૂર્ણ એપાર્ટમેન્ટમાં એક સાથે 25 કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી હતી, ત્યારે તંત્ર દ્વારા આગામી સમયમાં સરકાર દ્વારા નવી સૂચના ન આવે ત્યાં સુધી બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો:કોરોનાના કારણે આ વર્ષે ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણ બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details