- રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થઇ બચાવ-રાહતની કામગીરી
- શ્રમિકોનું સ્થળાંતર-ધરાશાથી થયેલા વૃક્ષોને હટાવી જનજીવન પૂર્વવત કરાયું
- રાજકોટ જિલ્લાના સલ્મ વિસ્તારના લોકોને પુન: પોતાના નિવાસ સ્થાને રવાના કરવામાં આવ્યાં
રાજકોટઃ ઉપલેટામાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા અગાઉથી જ તમામ પ્રકારની સાવચેતી અને સલામતીના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ ઝુપડપટ્ટી, કાચા મકાન, સ્લમ વિસ્તાર સહિતના વિસ્તારોને અગાઉથી જ ખાલી કરી, સુરક્ષિત અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃખંભાતમાં તૌકતે વાવાઝોડાની અસર: 100 કિમીની ઝડપે પવન ફૂંકાયા, શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો
ઉપલેટા શહેરની ત્રણ અલગ-અલગ જગ્યાઓ પર રહેવાની અને જમવાની વ્યવસ્થા કરાઇ હતી
તમામ લોકોની રહેવાની અને જમવાની વ્યવસ્થા ઉપલેટા શહેરની ત્રણ અલગ-અલગ જગ્યાઓ પર કરવામાં આવી હતી. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં સ્લમ અને ઝુપડપટ્ટી રહેતા લોકોનું પણ ગામમાં જ સ્થાનિક અને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
વાવાઝોડાના કારણે ઉપલેટાના ઈશરા ગામમાં ગાય પર વૃક્ષ પડતા મોત થયું હતું
ઉપલેટા શહેરમાં હોસ્પિટલવાળા વિસ્તારમાં એક કાર પર વૃક્ષ ધરાશાઈ થયું હતું. પરંતુ સદનશીબે કોઈ વ્યક્તિને ઈજાઓ નહિ પહોંચતા રાહત અનુભવી હતી. ઉપરાંત ઉપલેટા રેલવે સ્ટેશનમાં નવા બનાવેલા છાપરાના પતરાઓ પણ ઉડી ગયા હતા અને ઉડીને આજુબાજુ ફેંકાઈ ગયા હતા. પરંતુ તે દરમિયાન ત્યાં કોઈ નહિ હોવાના કારણે કોઈ ગંભીર અકસ્માત નહતો સર્જાયો.