- Rajkot Airport પરથી Air Cargo Service શરૂ કરાઈ
- 9 વર્ષથી Rajkot Airport પર આ સુવિધા બંધ હતી
- Air Cargo Service શરૂ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ
રાજકોટઃરાજકોટ એરપોર્ટ ઓથોરિટી ( Rajkot Airport Authority ) દ્વારા હવે એર કાર્ગો સર્વિસ ( Air Cargo Service ) શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 9 વર્ષ બાદ ફરી એર કાર્ગો સર્વિસ ( Air Cargo Service ) શરૂ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એર કાર્ગો સર્વિસ ( Air Cargo Service ) એક મહિના અગાઉ શરૂ થઇ હતી પરંતુ કોરોનાને લઈને કોઈ બુકિંગ થયું હતું. જ્યારે હવે કોરોના કેસ ઘટ્યા છે. ત્યારે આ એરકાર્ગો માટે પણ બુકિંગ શરુ થયું છે. જેમાં પ્રથમ બુકિંગમાં એક ગલુડિયું રાજકોટથી દિલ્હી પ્લેનમાં પહોંચ્યું હતું. હાલ કોરોનાને લઈને જેટ અને ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બંધ છે. જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ હોય ત્યારે રાજકોટથી દિલ્હી ખાતે આ ગલુડિયું ફ્લાઈટમાં પહોંચ્યું હતું.