- રાજકોટમાં AIIMS બાદ સ્થપાશે Amul
- Amul Micro ATM ના ઉદ્ધાટન પ્રસંગે કરાઈ જાહેરાત
- જિલ્લા કલેક્ટરે આ વાતને આપ્યું સમર્થન
રાજકોટ : આગામી દિવસોમાં 135 એકરમાં Amul નું નિર્માણ થવાનું છે. જે માટે વહીવટી તંત્ર દ્વારા જમીન આપવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં અમૂલ ડેરી ( Amul in Rajkot ) નું નિર્માણ થશે. જેનો લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને થશે. રાજકોટ માટે આ ખૂબ જ મહત્વના માનવામાં આવતો પ્રોજેક્ટ છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલે સત્તાવાર રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. આ વાતને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને પણ સમર્થન આપ્યું છે.
રાજકોટ તાલુકાના આણંદપુરમાં અમૂલ ‘ATM’નું ઉદ્ઘાટન
ભારતમાં સૌપ્રથમ કહી શકાય એવા રાજકોટ દૂધ સંઘ અને GCMMF ( Gujarat Cooperative Milk Marketing Federation ) ના સંયુક્ત ઉપક્રમે Amul Micro ATM નું ઉદ્ઘાટન રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ કર્યુ હતું. આ કાર્યક્રમ દરમ્યાન આગામી દિવસોમાં રાજકોટના આણંદપુર ગામ ખાતે 135 એકરમાં Amul નું નિર્માણ થવાની જાહેરાત પણ કરાઈ હતી. જ્યારબાદ આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું.