ગુજરાત

gujarat

ETV Bharat / city

Rain in Rajkot : વરસાદથી ખેડૂતો ખુશ પણ પશુઓની અવદશા - Rajkot Death of Ox by Lightning

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ (Rain in Rajkot) તો વરસ્યો છે પણ વરસાદ સાથે વિજળી પડતા એક દુ:ખદ ઘટના સામે આવી છે. વિજળી પડતા બે બળદના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં દુઃખની (Rajkot Death of Ox by Lightning) લાગણી પ્રસરી ગઈ છે.

Rain in Rajkot : વરસાદથી ખેડૂતો ખુશ પણ પશુઓની અવદશા
Rain in Rajkot : વરસાદથી ખેડૂતો ખુશ પણ પશુઓની અવદશા

By

Published : Jun 24, 2022, 11:14 AM IST

રાજકોટ :ઉપલેટા શહેર અને તાલુકા પંથકમાં લાંબા વિરામ બાદ (Rain in Rajkot) વરસાદ વરસ્યો હતો. જેમાં સવારથી અસહ્ય બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા પ્રથમ ઉપલેટાના ગ્રામ્ય વિતારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ઉપલેટાના ભાયાવદર, મોટીપાનેલી, હરિયાસણ. ઢાંક સહિતના ગામડાઓમાં એક કલાકમાં અંદાજીત દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, ત્યારે વરસાદ પડતાની સાથે ઉપલેટા પંથકના ખેતરો પાણી-પાણી થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. પરંતુ વરસાદ સાથે (Rajkot Death of Ox by Lightning) વિજળી પડતા બે બળદના મૃત્યુ નિપજ્તા દુ:ખની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો :જૂનાગઢના માંગરોળને વરસાદે ધમરોળ્યું, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પાણી

આનંદ સાથે દુ:ખ -ઉપલેટા તાલુકાના તણસવા ગામે વીજળી પડવાની ઘટના સામે આવી હતી ત્યારે આ ઘટનામાં બે બળદોના મૃત્યુ નિપજ્તા હતા. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયેલ ભારે પવન સાથેનો વરસાદ શહેરમાં પણ જોવા મળ્યો હતો. જેમાં ઉપલેટા શહેર (Rainfall Update in Gujarat) તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 0.50 ઈંચથી લઈને 2.0 ઇંચ સુધી વરસાદ પડતો હોવાનું સામે આવ્યું છે. જેથી વરસાદ વરસતા જગતના તાતના ચેહરાઓ પણ આનંદ જોવા મળ્યો છે અને સાથે અસહ્ય ગરમી સામે લોકોએ રાહત અનુભવી છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદમાં ગાજવીજ સાથેનો પણ વરસાદ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :આને કહેવાય ફરજ નિભાવી : પોતાનો જીવ ગુમાવીને પણ મુસાફરોનો જીવ બચાવ્યો

ખેડૂતોમાં હતાશાનો માહોલ - રાજકોટના ઉપલેટા શહેર અને તાલુકામાં વિરામ બાદ ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદથી જગતના તાત આનંદમાં જોવા મળ્યા હતા, ત્યારે તણસવા વીજળી પડવાની ઘટનામાં બે બળદના મૃત્યુ નિપજ્તા બળદના માલિકમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. સાથે વીજળી પડવાની ઘટનામાં આસપાસના પંથકના ખેડૂતો અને પશુપાલકોમાં પણ દુઃખ જોવા મળ્યું હતું. આ ઘટનાથી આસપાસના પંથકના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે આ તકે લોકોએ પણ (Lightning with Rain in Gujarat) વીજળી થતી હોઈ ત્યારે સાવચેત રહેવાની જરૂર છે તેવું પણ જણાઈ આવે છે.

ABOUT THE AUTHOR

...view details