- રાજકોટમાં જિલ્લા કલેક્ટર અરૂણ બાબુ (District Collector Arun Mahesh Babu in Rajkot)એ યોજી સમીક્ષા બેઠક
- વિવિધ અધિકારીઓ સાથે જિલ્લાના અગ્રીમ પ્રોજેક્ટ્સની કરવામાં આવી સમીક્ષા
- કલેક્ટરે હિરાસર એરપોર્ટ (Hirasar Airport), એઈમ્સ (AIIMS), ડિસ્ટ્રીક્ટ કોર્ટ (District Court) સહિતના પ્રોજેક્ટની સમીક્ષા કરી
રાજકોટઃ જિલ્લામાં હિરાસર એરપોર્ટ (Hirasar Airport), એઈમ્સ (AIIMS), ડિસ્ટ્રીક્ટ કોર્ટ (District Court) સહિતના પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે. ત્યારે આ તમામ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર અરૂણ બાબુએ (District Collector Arun Mahesh Babu in Rajkot) સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં વિવિધ અધિકારીઓ સાથે મળીને તમામ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ્સ હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમ જ એઈમ્સ ઝડપભેર આગળ વધે તે માટે કાર્યરત એજન્સીઓ સાથે કલેકટરે બેઠક યોજી હતી. પ્રોજેક્ટ્સ નિર્માણમાં તમામ અડચણો દૂર કરી ડેડલાઈન સાથે પૂર્ણ કરવા કલેકટરે વિશેષ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃHM Pradipsinh Jadejaએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી
ડિસ્ટ્રીકટ કોર્ટની કામગીરી સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક
કલેકટરે કાર્યરત એજન્સીઓને એરપોર્ટ રન-વે (Airport runway), એઈમ્સમાં કનેક્ટિવિટી રોડ (Connectivity Road in AIIMS), મુખ્ય બિલ્ડીંગ નિર્માણ કાર્યને અગ્રીમતા આપવા સૂચન કર્યું હતું. આ સાથે જ કલેક્ટર અરુણ મહેશ બાબુએ (District Collector Arun Mahesh Babu in Rajkot) રાજકોટ ભાગોળે બનતી ડિસ્ટ્રીકટ કોર્ટ (District Court)ની કામગીરી સંદર્ભે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી બિલ્ડિંગના કામ ઝડપી પૂર્ણ થાય તેમજ જરૂરી ઈન્ટિરિઅર, રસ્તા સહિતના કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.