ગુજરાત

gujarat

ETV Bharat / city

સંબંધોને લાંછનઃ રાજકોટમાં નરાધમે વિધવા બહેન સહિત પરિવારની 2 મહિલાઓ સાથે આચર્યું દુષ્કર્મ - રાજકોટના તાલુકા પોલીસ

રાજકોટ શહેરમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતા નરાધમે પોતાની જ સગી બહેનને હવસનો શિકાર બનાવી છે. સમગ્ર મામલે બહેને રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દુષ્કર્મ
દુષ્કર્મ

By

Published : Oct 19, 2020, 6:38 PM IST

  • 16 વર્ષ પહેલા વિધવા થયેલી બહેન પર સગા ભાઇએ આચાર્યું દુષ્કર્મ
  • 2 વર્ષથી કરતો હતો શોષણ
  • આ પહેલા નાનાભાઈની પત્ની પર પણ આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ

રાજકોટ : શહેરમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતા નરાધમે પોતાની જ સગી બહેનને હવસનો શિકાર બનાવી છે. સમગ્ર મામલે બહેને રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં સગી વિધવા બહેન પર દુષ્કર્મની ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

  • 16 વર્ષ પહેલા બની હતી દુષ્કર્મની ઘટના

16 વર્ષ પહેલા બહેનના લગ્ન થયા હતા જે બાદ તેના પતિનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ સગા ભાઈ દ્વારા બહેન સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચાર્યુ હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ આરોપી છેલ્લા બે વર્ષથી સત્તત તેની બહેનનું શોષણ કરતો હતો. પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા હવે સમગ્ર મામલો સામે આવ્યો છે.

નરાધમે પોતાના જ પરિવારની 2 મહિલા પર આચર્યું દુષ્કર્મ
  • પોલીસે આરોપી ભાઈની કરી ધરપકડ

સમગ્ર મામલે રાજકોટ ઝોન 2 DCPએ જણાવ્યું હતું કે, શહેરના તાલુકા પોલીસ મથકમાં બે દિવસ પહેલા આ આરોપી વિરુદ્ધ IPC 376 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ આરોપી અને ફરિયાદી નજીકના સગા હોવાને કારણે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા સાથે ખરેખરમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

  • વર્ષ 2017માં નાનાભાઈની પત્ની પર પણ આચર્યું હતું દુષ્કર્મ

આ આરોપી અગાઉ પણ વર્ષ 2017માં નાનાભાઈની પત્ની પર પણ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જે દરમિયાન પણ આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો મામલો નોંધવામાં આવ્યો હતો. ત્યારે વર્ષ 2020માં બહેન સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોતાના જ પરિવારની મહિલાઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને હાલ પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details