ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં હોટેલમાં નકલી કોવિડ હોસ્પિટલ ચલાવતા આરોપીની ધરપકડ - બી ડિવિઝન પોલીસ

હાલમાં રાજ્ય સહિત દેશભરમાં એક તરફ કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે બેડ નથી મળી રહ્યા. તો બીજી તરફ આવા કોરોનાના કપરા કાળમાં પણ લોકો છેતરપિંડી કરવાની ખચકાતા નથી. આવી જ એક ઘટના બની છે રાજકોટમાં. અહીં એક હોટેલમાં પિતા-પુત્ર નકલી કોવિડ હોસ્પિટલ ચલાવી રહ્યા હતા.

rajkot
rajkot

By

Published : Apr 24, 2021, 10:29 AM IST

  • કોરોનાના કપરા કાળમાં પણ લોકો સાથે છેતરપિંડી કરતા પિતા-પૂત્ર ખચકાયા નહીં
  • નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18,000 રૂપિયા ચાર્જ વસૂલતા
  • પિતા-પૂત્ર નકલી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા


રાજકોટઃ શહેરના કુવાડવા રોડ પર આવેલી ધ ગ્રેટ ભગવતી હોટલ એન્ડ રેસ્ટોરાંમાં ધમધમતી નકલી કોવિડ હોસ્પિટલમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યા હતા. આ સાથે જ નકલી હોસ્પિટલના સંચાલક અને સિવિલના પૂર્વ કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી. અહીં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ દાખલ હતા. તમામ દર્દીઓના પરીવારજનોએ જ ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલ પર દરોડા બાદ તમામ દર્દીઓ એમ્બુલન્સ કે અન્ય વાહનોની વ્યવસ્થા કરી પોતાના ઘરે હોમ આઈસોલેટ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃગિરિમથક સાપુતારા ચેકપોસ્ટ ઉપર ખોટા RT PCR રિપોર્ટ રજૂ કરનાર સામે ફરિયાદ નોંધાઈ

પિતા-પૂત્રએ જયાં બોગસ હોસ્પિટલ હતી ત્યાં હોટલ બનાવી કોવિડ સેન્ટર શરૂ કર્યું

બી ડિવિઝન પોલીસે શ્યામ રાજાણી નામના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. આ સાથે જ સિવિલના પૂર્વ કર્મચારી હેમંત રાજાણીના બોગસ તબીબ પૂત્ર શ્યામે 5 દિવસથી કોરોનાની હોસ્પિટલ શરૂ કરી હતી. અહીં બંને પિતા-પૂત્ર પોતાની રેસ્ટોરાંમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. કોઈ પણ માન્ય સંસ્થાનું તબીબી પ્રેક્ટિસ કરવા માટેની ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવા છતાં નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18,000 રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને દર્દીઓના આરોગ્યની સાથે ચેડા કરતા હતા. આખરે તેનો ભાંડો ફૂટતા ધમધમતી નકલી કોવિડ હોસ્પિટલ પર દરોડા પાડી પોલીસે હેમંત દામોદરભાઈ રાજાણીની ધરપકડ કરી છે.

રાજકોટમાં હોટેલમાં નકલી કોવિડ હોસ્પિટલ ચલાવતા આરોપીની ધરપકડ
આ પણ વાંચોઃલખનઉ: નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા વ્યક્તિની કરવામાં આવી ધરપકડ

પોલીસે એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતા મોટા ભાગની હોસ્પિટલ્સ હાઉસફૂલ થઈ ગઈ છે. આ તકનો લાભ ઉઠાવી પિતા-પૂત્રએ લોકોને છેતરવાનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે હેમંત દામોદરભાઈ રાજાણી અને શ્યામ હંમંતભાઈ રાજાણી સામે ગુનો નોંધ્યો હતો. જોકે, પોલીસે હાલમાં હેમંત રાજાણીની ધરપકડ કરી છે. જ્યારે શ્યામ રાજાણી હજી પણ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ નકલી કોવિડ હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details