રાજકોટઃ ઇસમે રાજકોટના મનહરપુર, કોઠારીયા સોલ્વન્ટ અને લોકમાન્યતા ટાઉનશીપમાં ઘરમાં ઘૂસીને સોનાચાંદીના દાગીના સહિતના રોકડ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. જ્યારે આ ઈસમ પર અગાઉ રાજકોટ સહિતના અલગ-અલગ વિસ્તારમાં અંદાજી 9 જેટલા ચોરીના ગુના નોંધાયેલાં છે. મુખ્યત્વે પોતાના મોજ શોખ પુરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજકોટમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો - કોરોના
રાજકોટમાં ઘરફોડ ચોરીનો ગુનેગાર ઝડપાયો છે. રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા આ ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રદીપ કાળુભાઈ પઢારિયા નામનો ઇસમ પેડક રોડ પર આવેલા પાણીના ટાંકા નજીકથી બાઈક સાથે પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે ત્રણ જેટલા ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.
રાજકોટમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો
આ ચોર તે મોટાભાગે એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બી ડિવિઝન પોલીસે ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.