ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોવિડની ગ્રાઇડલાઈન પ્રમાણે નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા - રોડમેપ જાહેર

ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રભાવ ઓછો થઇ ગયો છે ત્યારે રાજકોટ પોલીસે રથયાત્રાના આયોજનને મંજૂરી આપી છે. જો કે આ રથયાત્રામાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે તેની તકેદારી રાખવામાં આવશે.

રાજકોટમાં કોવિડની ગ્રાઇડલાઈન પ્રમાણે નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
રાજકોટમાં કોવિડની ગ્રાઇડલાઈન પ્રમાણે નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

By

Published : Jul 9, 2021, 6:51 PM IST

  • રાજકોટમાં નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
  • કોવિડની ગ્રાઇડલાઈન પ્રમાણે થશે આયોજન
  • અમુક જ વિસ્તારોમાં ફરશે ભગવાનનો રથ


રાજકોટ: કોરોનાના મહામારી હજી પણ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે ત્યારે ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા રાજકોટમાં યોજાશે કે નહીં તે અંગેના અનેક પ્રશ્નો ભાવિક ભક્તો તેમજ આ રથયાત્રાના આયોજકોને થઈ રહ્યાં હતાં. તેવામાં રાજકોટ પોલીસ દ્વારા રથયાત્રાના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં રથયાત્રા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રથયાત્રાના આયોજકોને રાજકોટમાં માત્ર ગણતરીના જ રૂટ ઉપરથી રથયાત્રા કાઢવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને આ રથયાત્રામાં મર્યાદિત લોકોની સંખ્યા રાખવામાં આવશે. જ્યારે પોલીસ અધિકારી સહિતના 400 જેટલા કર્મીઓ ફરજ પર હાજર રહેશે.

મર્યાદિત રૂટ ઉપર જ રથયાત્રા નિકળશે
રાજકોટ પોલીસ અને રથયાત્રાના આયોજકો વચ્ચે બેઠક યોજાઇ હતી તેમાં નક્કી કરેલા રૂટો ઉપર જ રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ રથયાત્રા દરમિયાન ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ પણ થશે. આ સાથે જ રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. જ્યારે આ રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં જ ભક્તોને રાખવામાં આવશે. પોલીસ દ્વારા રથયાત્રાનો રૂટ નક્કી કરાયા બાદ તેને જાહેર પણ કરવામાં આવ્યો છે. જેમાં સવારે 8 વાગ્યે રથયાત્રા નાના મૌવા સ્થિત કૈલાશધામ આશ્રમથી આ રથયાત્રા કાઢવામાં આવશે અને ત્યારબાદ ફરી ત્યાં જ પરત ફરશે.

છેલ્લા 13 વર્ષથી યોજાય છે રથયાત્રા
રાજકોટ શહેરમાં છેલ્લા 13 વર્ષથી નાનામોવા સ્થિત કૈલાશધામ અને ખોડીયાર મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારીના કારણે રથયાત્રા યોજાશે કે નહીં તે અંગેના સવાલો ઊભા થયા હતા પરંતુ આશ્રમ દ્વારા રથયાત્રાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આજે પોલીસ સાથે બેઠક યોજાયા બાદ રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે આ રથયાત્રા રાજકોટમાં યોજવામાં આવશે. આ વાત સાંભળીને આશ્રમના ટ્રસ્ટીઓ અને ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જગન્નાથની રથયાત્રાનો રોડમેપ
આ રૂટ પરથી નીકળશે રથયાત્રાજગન્નાથજીની રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ખાતેથી સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન થઇ મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદિર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, સયાજી હોટલ પહેલા રાજહંસ પાર્ટીપ્લોટ બોર્ડ મારેલ શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટીપ્લોટ ચોકથી, દિપવન પાર્ક ચોકથી, સાંચબાબા પાર્ક મેઇન રોડથી નાનામવા રોડ તરફ સાગર મકાનથી શિવાગ્ના મકાનથી આંગળ નાનામવા મેઇન રોડ થી શાસ્ત્રીનગર ગેઇટ પાસેથી અલય ટવીન ટાવરથી એકયુરેટ મોટરથી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી નં-1 હરીદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં-2થી ગોવિંદપાર્ક શેરી નં-3 થી આગળ શ્રીખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામ ખાતે પરત થશે.રથયાત્રામાં ભાગ લેનારના RTPCR ટેસ્ટ ફરજિયાતરાજકોટમાં યોજના રથયાત્રામાં 5 જેટલા જ વાહનો રાખવામાં આવશે. જ્યારે અખાડા તેમજ ભજન મંડળી અને હાથી સહિતની આ તમામ વસ્તુ અને રાખવા દેવામાં આવશે નહીં. આ રથયાત્રામાં ભાગ લેનારને 48 કલાક પહેલાનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવેલો હોવો જોઇશે. જ્યારે આ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ ફરજિયાત લીધો હોવો જરૂરી છે. રથયાત્રામાં ભાગ લેનારા ખલાસીઓનો સંખ્યા 60થી વધુ ન હોવી જોઈએ. તેમજ રથયાત્રાનો રૂટ બને એટલો નાનો રાખવામાં આવ્યો છે. આ તમામ નિયમો સાથે રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે

આ પણ વાંચો:Rathyatra 2021: ડાકોરમાં રવિવારે રથયાત્રા યોજાશે, રૂટ પર કર્ફ્યૂ અને મંદિર પ્રવેશ બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details