ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો, 1નું મોત 6 ઇજાગ્રસ્ત - Rajkot News

રાજકોટ ભાવનગર હાઇવે પર અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે ફરી એક વખત રાજકોટ ભાવનગર હાઈવે પર આર. કે યુનિવર્સિટીન ગેટની સામે અકસ્માતનો બન્યો હતો. જેમાં 1નું મોત નિપજ્યું છે અને અન્ય 6 લોકોને ઇજા પહોંચી હતી.

રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો, 1નું મોત 6 ઇજાગ્રસ્ત
રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો, 1નું મોત 6 ઇજાગ્રસ્ત

By

Published : Feb 14, 2021, 4:02 PM IST

Updated : Feb 14, 2021, 5:12 PM IST

  • રાજકોટ ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો
  • આ અકસ્માતમાં 1 નું મોત થયું
  • સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

રાજકોટઃ રાજકોટ ભાવનગર હાઇવે પર અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે ફરી એક વખત રાજકોટ ભાવનગર હાઈવે પર આર. કે યુનિવર્સિટીના ગેટની સામે અકસ્માતનો બન્યો હતો. જેમા રાજકોટ ભાવનગર હાઇવે ગઢકા ગામનો એક પરિવાર વૃક્ષ નીચે બેઠો હતો, ત્યારે ડ્રાયવર હેન્ડલ પરથી કાબુ ગુમાવતા યુટિલિટી વૃક્ષ નીચે બેઠેલા પરિવાર તરફ વળી બેઠેલા પરિવાર હડફેડે લીધી હતો. યુટીલિટીમાંથી દારૂની બોટલ પણ મળી હતી. જ્યારે સમગ્ર ઘટના CCTVમાં કેદ થય હતી.

રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો, 1નું મોત 6 ઇજાગ્રસ્ત

આ અકસ્માતમાં 1નું મોત નિપજ્યું

રાજકોટ અકસ્માતમાં 14 વર્ષીય દીકરી કોમલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને દીકરીના માતા-પિતા તેમજ તેના ભાઈ અને યુટીલિટીમાં બેઠેલા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. આમ અકસ્માતમાં 1નું મોત અને 6 લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ઘરી હતી. તો સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Last Updated : Feb 14, 2021, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details