રાજકોટઃ જિલ્લાનાં ત્રંબા ગામ પાસે રવિવારે એક બેકાબુ ટ્રકે ત્રણ કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા. જેમાં ઇજાગ્રસ્ત થયેલા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જોકે અકસ્માતમાં અમદાવાદના PSIનું મૃત્યું નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના ત્રંબામાં સર્જાયો અકસ્માત, PSIનું મૃત્યું - PSI Nilesh Kothari
રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા ત્રંબા ગામ પાસે રવિવારે એક બેકાબુ ટ્રકે ત્રણ કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા. જેમાં ઇજાગ્રસ્ત થયેલા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જોકે અકસ્માતમાં અમદાવાદના PSIનું મૃત્યું નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના ત્રંબામાં સર્જાયો અકસ્માત, PSIનું મૃત્યું
રાજકોટના ત્રંબામાં સર્જાયો અકસ્માત, PSIનું મૃત્યું
અમદાવાદના વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI નિલેશ કોઠારીનું આ અકસ્માતમાં મૃત્યું નિપજ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીમાં લગાવેલા અનલોક-1માં ઘણી છૂટછાટ મળતા રસ્તા પર વાહનોની અવર-જવર ઘણી વધી ગઇ છે, જેથી અકસ્માતની ઘટનાઓ પર સતત બની રહી છે.