ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત, એક્ટિવા ચાલકનું મોત - રાજકોટ ન્યૂઝ

રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા ફાયર બ્રિગેડ નજીક ટ્રક અને એકિટવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવ ચાલકનું મોત

xz
xz

By

Published : Jan 30, 2021, 8:21 AM IST

  • રાજકોટ ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત
  • ઘટનામાં અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત

રાજકોટઃ શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. એવામાં ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં શહેરનાં મવડી રોડ એક ટ્રકની હડફેટે એક્ટિવા ઉપર સવાર યુવકનું મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ સ્થાનિક પોલીસે પણ તરત જ દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત

મવડી વિસ્તારમાં આવેલા ફાયર બ્રિગેડ નજીક ટ્રક અને એકિટવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આઈસર ટ્રક મવડી વિસ્તારમાં આવેલા ફાયર બ્રિગેડ નજીકથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી આવતા એક્ટિવાને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતા. આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયું હતું.

રાજકોટ ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત
યુવકનું ઘટનાસ્થળે મોતઆ ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસ ઉપરાંત એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં મૃતકનું નામ 30 વર્ષીય કશ્યપ ભાવેશભાઈ ભટ્ટ હોવાનું અને તેઓ મોદી સ્કૂલમાં ક્લાર્કની નોકરી કરતા હોવાનુ જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પરિવારને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ અકસ્માત સર્જીને ફરાર આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details