- રાજકોટમાં કાર અને ST બસ અકસ્માત સર્જાયો
- ચારના જ ઘટના સ્થળે મોત, સારવાર વધુ એકનું મોત, કુલ 5 મોત
- પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ શરૂ કરી
રાજકોટ: શહેરના કાલાવાડ રોડ (Kalawad Road) પર આવેલા GIDC મેટોડા નજીક બાલાજી વેફર્સના કારખાના ખાતે એક કાર અને ST બસ વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ ચાર જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે.જેમાંથી આજ એકનું મોત નિપજતા કુલ આંક 5 પર પહોંચ્યો છે.અકસ્માત (Accident) માં મૃત્યુ પામેલા ચારેય મૃતકો વિદ્યાર્થી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. જ્યારે કાલાવડ રોડ (Kalawad Road) પર થયેલા અકસ્માતને પગલે ઠેરઠેર ટ્રાફિક થઈ ગયો હતો. આ અકસ્માત (Accident) ને લઈને તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
ગંભીર ઇજા થતાં બે લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટ (Rajkot) થી રજૂણાની ST બસ કાલાવડ તરફ જઇ રહી હતી. તે દરમિયાન સામે પૂરપાટ ઝડપે એક સફેદ રંગની કાર ST બસ સાથે અથડાઇ હતી તેમજ ઘટનામાં કારની ઝડપ વધુ હોવાને કારણે તે બસની નીચેના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેને કારણે કારમાં સવાર કારચાલક સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. બે વ્યક્તિને આ ઘટનામાં ગંભીર ઇજા થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં ખસેડાયા હતાં. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.જોકે આજે તેમનાથી સારવાર લઇ રહેલી કૃપાલી ગજ્જરનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોત