- ABVP દ્વારા શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ
- નક્સલવાદ અને આતંકવાદના સફાયાની કરવામાં આવી અપીલ
- નક્સલી હુમલામાં 22 જવાનો થયા હતા શહીદ
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ABVP દ્વારા 3 એપ્રિલના રોજ છત્તીસગઢ રાજ્યના બીજાપુરમાં અર્ધલશ્કરી દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં અર્ધલશ્કરી દળના 22 જવાન શહીદ થયા હતા અને 30 થી વધુ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈને એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શહીદ થયેલા જવાનો પ્રત્યે કૃતજ્ઞાતા દાખવતા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો:નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને મણિનગરના સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ શ્રદ્ધાંજલિ અર્પી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહિલા, પુરુષો અને વૃદ્ધો પણ જોડાયા
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો સાથે મહિલાઓ પુરુષો અને વૃદ્ધો પણ જોડાયા હતા. જેમાં તેઓએ અપીલ કરી હતી કે, દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદનો સફાયો કરવામાં આવે. 3 એપ્રિલના રોજ છત્તીસગઢ રાજ્યના બીજાપુરમાં થયેલ નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહપ્રધાન અમિત શાહ, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિતના મહાનુભાવો દ્વારા આ નક્સલી હુમલાને વખોડવામાં આવ્યો હતો તેમજ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેશ બઘેલે નક્સલ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી