રાજકોટઃ એક બાજુ કોરોનાનો કેેર વધતો જોવા મળી રહ્યો છે તો બીજીતરફ પાંચમાં તબક્કાના ચાલતા લૉકડાઉન વચ્ચે સરકારે આપેલ છૂટછાટો સાથે ફરી માર્કેટ યાર્ડો ધમધમતા થતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત રાત્રિથી જ રજિસ્ટ્રેશન પ્રથાના અમલ સાથે મગફળીની આવકનો પ્રારંભ કરવામાં આવ્તાયો છે. એક જ દિવસમાં ઉનાળુ મગફળીની 50,000 બોરીની આવક થતાં માર્કેટ મગફળીથી ઉભરાય જવા પામ્યું હતું.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની અઢળક આવક, આટલો ભાવ બોલાયો - Agriculture
કોરોનાના કેર વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની અઢળક આવક થઈ છે.ગોંડલ માર્કેટ યાર્ડ બહાર મગફળી ભરેલાં વાહનોની કતારો લાગી ગઈ છે. માર્કેટ યાર્ડમાં આ સાથે ખરીદવેચાણમાં તેજી જોવા મળી હતી.
મગફળીની આવક દરમિયાન યાર્ડ બહાર મગફળી ભરેલાં વાહનોની કતારો જોવા મળી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની અઢળક આવક વચ્ચે મગફળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા ઝીણી મગફળી 950/થી 1176/- અને મગફળી જાડીના ભાવ રૂપિયા 900/-થી 1256/-સુધીનાં બોલાયા હતાં. તેમ જ એક દિવસમાં મગફળીની 19 હજાર બોરીનું વેચાણ થવા પામ્યું હતું. તો બીજી તરફ ચોમાસાનો માહોલ હોવાથી ખેડૂતોનો માલ વરસાદમાં ન પલળે તે માટે માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યોગ્ય વ્યવસ્થા કરી હોવાની વિગતો પણ જણાવવામાં આવી હતી.