ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ જગતમાં વધુ એક વખત થઈ શર્મસાર, 5 જેટલી મળી ખાલી બોટલ - નાઈટ પેટ્રોલિંગના લીરા ઉડ્યા

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક શર્મસાર ઘટના સામે આવી છે. કુલપતિ કાર્યાલય સામેના મેદાનમાંથી દારૂની 5 જેટલી ખાલી બોટલ મળી આવી હતી. તેથી કેમ્પસમાં રાત્રે મહેફ્લિ જામતી હોવાની શંકા પ્રબળ બની છે.

દારૂની 5 જેટલી મળી ખાલી બોટલ
દારૂની 5 જેટલી મળી ખાલી બોટલ

By

Published : May 29, 2021, 2:27 PM IST

  • નાઈટ પેટ્રોલિંગના લીરા ઉડાવતી ઘટના સામે આવી
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ જગતમાં વધુ એક વખત થઈ શર્મસાર
  • દારૂની 5 જેટલી મળી ખાલી બોટલ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ જગતમાં વધુ એક વખત શર્મસાર થઈ હતી. કુલપતિ કાર્યાલય સામેના મેદાનમાંથી દારૂની 5 જેટલી ખાલી બોટલ મળી આવી હતી. રાત્રે મહેફિલ જામતી હોવાની આશંકા થઈ રહી છે. યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થા માટે 50થી વધુ સિક્યુરીટી ગાર્ડસ રખાયા છે. છતા વારંવાર ગેરકાયદે પ્રવૃતિ, અશોભનીય ઘટનાઓ સામે આવે છે. આ ઉપરાંત ચોરી થવાના બનાવો પણ બન્યા હતા. યુનિવર્સિટીની બાજુમાં જ મથક છતાં નાઈટ પેટ્રોલિંગના લીરા ઉડાવતી ઘટના સામે આવે છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે

વધુ એક શર્મસાર ઘટના

લોકસાહિત્ય કેન્દ્રની બાજુના ખુલ્લા મેદાનમાં દારુની ખાલી પાંચ જેટલી બોટલ મળી આવી હતી. તેથી કેમ્પસમાં રાત્રે મહેફ્લિ જામતી હોવાની શંકા પ્રબળ બની છે. કેમ્પસમાં કેટલીક અવાવરું જગ્યાઓ અને ભવનો આસપાસના ખૂણાઓ છે કે જે ગેરકાયદે પ્રવૃતિની ઘટના બાદ પણ સતાધીશોએ બોધપાઠ ન લીધો અને તેથી વધુ એક શર્મસાર ઘટના બની છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી

મહેફિલની આશંકા પ્રબળ બની

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ગેરકાયદે પ્રવૃતિઓ થતી હોવાના પૂરાવારૂપ દારૂની બોટલ મળી આવતા શિક્ષણ જગતમાં શર્મસાર મચી ગઈ છે. કુલપતિ કાર્યાલયની સામે જ દારૂની ખાલી બોટલ મળી આવતા રાત્રે મહેફિલની આશંકા પ્રબળ બની છે.

ABOUT THE AUTHOR

...view details