રાજકોટ:- ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર રાજ ટ્રેડિંગ કંપનીના નામે એક પેઢી આવેલી છે જ્યાં બાયો ડિઝલના બદલે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદ, વેચાણ, અને સંગ્રહ થાય છે. આ અંગે ગોંડલના મામલતદારને જાણ થતા પેઢીના માલિક દર્શનભાઈ કિશોરભાઈ રૈયાણી વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ, રૂપિયા 21,54,364નો જથ્થો જપ્ત
ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર નવા માર્કેટીંગયાર્ડ સામે રાજ ટ્રેડિંગ કંપનીના નામે બાયો ડિઝલના બદલે બનાવટી પેટ્રોલિયમ પેદાશોનું ગેરકાયદેસર ખરીદ, વેચાણ, અને સંગ્રહ કરતા પેઢીના માલિક સામે મામલતદારે તપાસ હાથ ધરતા અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ
જેમાં તેઓ કોઈ પણ પરવાનગી કે લાયસન્સ વગર ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીઓએ રૂ. 21,54,364નો પેટ્રોલિયમનો જથ્થો જપ્ત કર્યો હતો. આ પેટ્રોલીયમ પેદાશોના નમૂના લઈને FSLમાં મોકલવામાં આવ્યા હતા જયાં આ નમૂના ફેલ થયા હતા.
આ પેઢીના માલિક વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 અને 7 તથા IPC કલમ 285 મુજબ ગોંડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમાએ ગોડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
Last Updated : Oct 4, 2020, 8:05 PM IST