રાજકોટઃ જિલ્લામાં સત્તત કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં હવે નેતાઓ અને રાજકારણીઓ પણ બાકી રહ્યા નથી. રાજ્યસભાના સાંસદ એવા અભય ભારદ્વાજ 15 દિવસ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે હાલ તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને શ્વાસ લેવામાં તકલીફ, હાલ વેન્ટીલેટર પર
રાજકોટમાં સત્તત કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં હવે નેતાઓ અને રાજકારણીઓ પણ બાકી રહ્યા નથી. રાજ્યસભાના સાંસદ એવા અભય ભારદ્વાજ 15 દિવસ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે હાલ તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
અભય ભારદ્વાજ
અત્યાર સુધી તેમની તબિયતમાં સુધારો જણાયો હતો. પરંતુ તેમણે હાલ ફેફસામાં તકલીફ વધતા છેલ્લા 48 કલાકથી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. જ્યારે તેમને તબિયત બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલના તબીબો સારવાર આપવા માટે આવી રહ્યા છે. સાંસદ અભય ભારદ્વાજને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવતા રાજકોટ શહેર ભાજપના નેતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.