- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીના ઈન્ચાર્જ તરીકે રાજભા ઝાલાની નિમણૂક
- ઈમાનદાર, નીડર અને લડાયક યુવાનોને સેનેટની ચૂંટણી લડાવશે 'આપ'
- આપ દ્વારા સૌરાષ્ટ્રના એજ્યુકેટેડ લોકોને પણ આહવાન કરાયું
રાજકોટઃ આજે રાજકોટ (Rajkot)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં 'આપ'ના નેતા ઇસુદાન ગઢવી (Isudan Gadhvi)એ મહત્વની જાહેરાત કરી હતી. ઇસુદાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાડે ગયેલી પ્રતિષ્ઠાને પૂનઃ સ્થાપિત કરવા આપ મેદાને આવી છે. તેમજ આગામી સેનેટની ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીના ઈન્ચાર્જ તરીકે રાજભા ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ની સેનેટ ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવતા હવે યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયુ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજકારણનો અખાડો બનાવ્યો
ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધ્યાન પર આવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી જે શિક્ષણનું મંદિર ગણાય, તેને વર્તમાન શાસક ભાજપ અને સેટિંગની રાજનીતી કરતા વિરોધ પક્ષ કોંગ્રેસની મીલી ભગતથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજકારણનો અખાડો બનાવી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવા કૌભાડનું ઘર બની ગઈ છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાંથી તેને બહાર કાઢવા આમ આદમી પાર્ટી ઈમાનદાર, નીડર અને લડાયક યુવાનોને યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી લડાવશે. આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસની મિલી ભગતને પડકારશે.
A ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી સી ગ્રેડની કેટેગરીમાં ગઈ