ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ વિધાનસભા-2022ની ચૂંટણી લડવાની જાહેરાત કરી - આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના કાલાવડ રોડમાં આવેલા પાર્ટી પ્લોટમાં સંમેલન યોજાયું હતું. જેમાં ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા-2022ની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

ગોપાલ ઈટાલીયા
ગોપાલ ઈટાલીયા

By

Published : Mar 15, 2021, 10:58 PM IST

  • APPએ રાજકોટમાં સંમેલન યોજ્યુ
  • ઇટાલિયાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત
  • ગોપાલ ઇટાલીયા સહિતના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

રાજકોટઃ જિલ્લામાં તાજેતરમાં મનપાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા 72 બેઠકો પર 72 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જો કે આમ આદમી પાર્ટીની તમામ બેઠકો પર હાર થઈ છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા તેમજ રાજ્યમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચાઓ કરી હતી.

આ પણ વાંચો:આમ આદમી પાર્ટીનું 50 દિવસમાં 50 લાખ સભ્યો બનાવવાનું લક્ષ્ય

ઇટાલિયાએ ધારાસભ્યની ચૂંટણી લડવાની કરી જાહેરાત

રાજકોટના કાલાવડ રોડમાં આવેલા પાર્ટી પ્લોટમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સંબોધન દરમિયાન ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય માટે લડવાની ઈચ્છા પણ દર્શાવી હતી અને જણાવ્યું હતું કે, જો હું ચૂંટણી નહિ લડું તો અન્ય યુવાનોને ઉભવાની તક આપીશ. ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઇટાલિયા સુરતમાંથી વિધાનસભાની ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે.

આ પણ વાંચો:વડોદરા: AAP દ્વારા મધ્ય ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા કાર્યકર્તા સંમેલન યોજાયું

ABOUT THE AUTHOR

...view details