રાજકોટઃ આ વખતે ચોમાસું સીઝનમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્રના (Rajkot Aaji Dam overflow) અનેક જિલ્લાઓના ડેમ છલકાઈ (Saurashtra Dam Overflow) ગયા છે. જ્યારે રાજકોટ શહેર નજીક આવેલા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. આ વખતે સારો એવો વરસાદ થવાને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના ડેમમાં પાણી બે કાંઠે હિલોળા લઈ (Water level in Saurashhtra Dam) રહ્યું છે. જેના કારણે જિલ્લા તાલુકાની પાણીની મુશ્કેલીઓ હળવી થઈ ગઈ છે. રાજકોટમાં જિલ્લાના પડધરીના આજી-2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો. જેના પગલે પડધરી તાલુકાના હેઠવાસના 11 ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ભારે વરસાદના કારણે કલેકટરે આપી ચેતવણી
પાણીની સપાટી વધીઃ રાજકોટ જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પડધરી તાલુકામાં આવેલા આજી-2 ડેમની સપાટીમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમની હેઠવાસમાં આવતા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, જુના નારણકા તથા રાજકોટ તાલુકાના કોઠારીયા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ જૂનાગઢનો પ્રથમ ઓવરબ્રિજ હવે અંડર બ્રિજના ચક્કરમાં ફસાયો
પાણીની મુશ્કેલી હલઃઆ વખતે રાજકોટ જિલ્લા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ થવાને કારણે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોની પાણીની મુશ્કેલીઓ હલ થઈ ગઈ છે. જોકે, હવામાન ખાતાની આગાહી અનુસાર સોમવારથી આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાજકોટ જિલ્લાઓના નાના મોટા દરેક ડેમમાં નવા નીર આવતા ગ્રામ્ય પંથકની પાણીની હાલાકી ખતમ થઈ ગઈ છે.