ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મનપા દ્વારા આધાર કેન્દ્ર સુવિધા શરૂ કરવામાં આવી - રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન ખાતે હંગામી અસરથી બંધ કરવામાં આવેલી આધાર નોંધણી કેન્દ્રો 5 ઓક્ટોબરથી પુન: કાર્યરત્ત કરવામાં આવેલા છે.

રાજકોટ મનપા દ્વારા આધાર કેન્દ્ર સુવિધા શરૂ કરવામાં આવી
રાજકોટ મનપા દ્વારા આધાર કેન્દ્ર સુવિધા શરૂ કરવામાં આવી

By

Published : Oct 7, 2020, 5:06 AM IST

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન ખાતે હંગામી અસરથી બંધ કરવામાં આવેલી આધાર નોંધણી કેન્દ્રો 5 ઓક્ટોબરથી પુન: કાર્યરત્ત કરવામાં આવેલા છે. જેમાં આધાર નોંધણી ખાતે લાભ લેવા માટે અરજદારે ઓનલાઈન અને ટેલીફોનિક અપોઈન્ટમેન્ટ લેવાની રહે છે.

શહેરના ત્રણેય ઝોનમાંથી આજે એટલે કે મંગળવારે અંદાજે 125 લોકોએ આધાર કેન્દ્ર સેવાનો લાભ લીધો હતો. આ કામગીરી દરમિયાન એક અરજદારની સેવા પૂર્ણ થયે ઉપયોગમાં લેવાયેલી બાયોમેટ્રિક ડિવાઇઝને ફરી સેનિટાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ(covid-19)નું સંક્રમણ અટકાવવા માટે મનપા દ્વારા ગ્રાઇડ લાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેનું આધાર કેન્દ્રોની મુલાકાત લેનારા લોકોએ ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details