- જન્મથી જ થેલેસીમિયાથી પીડિત છે ડો. રવિ ધાનાણી
- હાલ આસિસ્ટ પ્રોફેસર તરીકે બજાવી રહ્યા છે ફરજ
- ડોકટરે કહ્યું જન્મ બાદ માત્ર 15 વર્ષ જીવીશ
રાજકોટઃ રાજકોટમાં થેલેસીમિયા ગ્રસ્ત યુવાનની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી (selected for National Award) કરવામાં આવી છે. ડો. રવિ ધાનાણીને આગામી 3 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં નેશનલ એવોર્ડ ઉપરાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવશે. જ્યારે રવીએ આ જ વિષય પર પીએચડી પણ કર્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને લોકોની સેવા માટે અનેક પ્રવૃતિ પણ કરી રહ્યા છે. જ્યારે તેમની નેશનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા તેમના મિત્રો-સ્વજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જ્યારે રવીને જન્મથી જ થેલેસીમિયાની બીમારી છે.
જન્મથી જ થેલેસીમિયાથી પીડિત છે ડો. રવિ ધાનાણી
ડો. રવિ ધાનાણી જન્મથી જ થેલેસીમિયા ગ્રસ્ત (A young man suffering from thalassemia) છે. જ્યારે તેમને દર બે અઠવાડિયા બાદ બે બોટલ નવા લોહીની જરૂર હોય છે. એવામાં તેઓ હાલ 38 વર્ષના છે અને તેમને ડાયાબિટીસની પણ બીમારી છે. રવિ રાજકોટના સૌથી મોટી ઉંમરના થેલેસીમિયા ગ્રસ્ત યુવાન છે. થેલેસેમિયા ગ્રસ્ત વ્યક્તિનું આયુષ્ય અંદાજીત 20થી 25 વર્ષનું જ હોય છે. જ્યારે હાલ રાજકોટમાં અંદાજીત 600 જેટલા લોકો થેલેસીમિયાની સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં અંદાજીત 8થી 10 હજાર બાળકો થેલેસીમિયાનો શિકાર છે.
ડોકટરે કહ્યું જન્મ બાદ માત્ર 15 વર્ષ જીવીશ
રવીનો જન્મ 30 ઓગસ્ટ 1984માં અમરેલીમાં થયો હતો. જ્યારે તેનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો પરંતુ જન્મના 4 મહિના બાદ તેના માતા પિતા અને પરિવારજનોને થેલેસીમિયા હોવાની જાણ થઈ હતી. જ્યારે માતાપિતાએ કોઈ દિવસ આ બીમારી અંગે સાંભળ્યું પણ નહોતું. ડોક્ટર દ્વારા માતાપિતાને કહેવામાં આવ્યું હતું કે હું થેલેસીમિયા નામની ગંભીર બીમારીનો સમનો કરી રહ્યો છું અને આગામી 15 વર્ષ સુધી જ જીવી શકીશ. ત્યારે રવીના માતાપિતાને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જ્યારે તે સમયમાં થેલેસીમિયા રોગ અંગેના યોગ્ય માર્ગદર્શન અને સારવારનો અભાવ હતો.
શાળામાં પણ ખૂબ જ ભેદભાવ કરાતો