- રાજકોટ વિજિલન્સ શાખાના કર્મચારી પર જાનલેવા હુમલો
- હુમલો કરનારા યુવાન વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ
- હુમલો કરનારા યુવાનનુ નામ રિયાઝ અનવર મચડિયા
રેકડી ચાલક રિયાઝનો છરી વડે જાનલેવા હુમલો
રાજકોટઃ શહેરના નાનામવા રોડ પર દબાણ હટાવવા ગયેલી વિજિલન્સ શાખાના કર્મચારીઓ પર એક રેકડીધારક યુવાન રિયાઝે પ્રથમ વિજિલન્સ શાખાના કર્મચારી સાથે ગાળાગાળી કરી હતી, ત્યારબાદ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. યુવાન દ્વારા વિસ્તારમાં વિજિલન્સ શાખાના કર્મચારીઓ પર રિયાઝ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો હતો. જો કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજકોટમાં મનપાની વિજીલન્સ શાખા પર રેકડી ચાલક રિયાઝનો જાનલેવા હુમલો વિજિલન્સ કર્મચારીએ નોંધાવી ફરિયાદ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો કરનાર યુવાનનું નામ રિયાઝ અનવર મચડિયા છે. તેને વિજિલન્સ શાખા દ્વારા દબાણ હટાવવાનું કહેવામાં આવતા તે રોષે ભરાયો હતો અને વિજિલન્સ શાખાના કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ અચાનક જ તેને લારીમાં રહેલી વસ્તુઓ દ્વારા કર્મચારીઓને મારવાનું શરૂ કર્યું હતું અને છરી વડે હુમલો કર્યો હતો. ઘટનામાં વિજિલન્સ કર્મચારી રાજદીપસિંહ રાણાને ઇજા થઈ હતી. ત્યારબાદ તેમના દ્વારા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજકોટમાં મનપાની વિજીલન્સ શાખા પર રેકડી ચાલક રિયાઝનો જાનલેવા હુમલો વિજિલન્સ કર્મચારીઓએ ઈસમને કરાવ્યું કાયદાનું ભાન
રિયાઝ નામના ઈસમને દબાણ હટાવવા દરમિયાન અંદાજીત અડધો કલાક સુધી તમાશો કર્યો હતો. ત્યારબાદ વિજિલન્સ શાખા દ્વારા પ્રથમ તેને સમજવામાં આવ્યો હતો, પરંતુ આ ઈસમ વધુ ઉશ્કેરાયો હતો. જેને લઈને ઘટના સ્થળે પોલીસ આવતા પોલીસ અને વિજિલન્સ શાખાના કર્મચારીઓ દ્વારા રિયાઝને ઘટના સ્થળે જ કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મામલાની તપાસ તાલુકા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં મનપાની વિજીલન્સ શાખા પર રેકડી ચાલક રિયાઝનો જાનલેવા હુમલો