ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ SOGએ 9 કિલોગ્રામ ગાંજા સાથે 1 ઈસમને ઝડપી પાડયો - Special Operation Group

રાજકોટ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે એક ઈસમ પાસેથી અંદાજીત 9.900 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. SOGની ટીમે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ SOG
રાજકોટ SOG

By

Published : Oct 18, 2020, 8:28 PM IST

  • રંગીલા રાજકોટમાં ગુનાખોરીમાં વધારો
  • મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો
  • SOGએ ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીમા વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક વખત રાજકોટમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

રાજકોટમાંથી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

SOGની ટીમે શંકાસ્પદ રિક્ષાની જડતી કરી

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન શહેરના મોટીટાંકી ચોકથી આર.કે.સી કોલેજ તરફ જતા રોડ પર એક શંકાસ્પદ રિક્ષાની જડતી લીધી હતી. જેમાંથી SOGને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. SOG (Special Operation Group)એ રિક્ષાચાલક આસીફ ઈબ્રાહીમભાઈ થેબેપૌત્રા નામના ઇસમની ધરપકડ કરી 9.900 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

રાજકોટમાંથી એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details