ગુજરાત

gujarat

By

Published : Oct 6, 2020, 10:36 PM IST

ETV Bharat / city

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક પણ દિવસની રજા રાખ્યા વગર 3 મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી

રાજકોટમાં કોરાનાના દર્દીઓની સેવા ચાકરી માટે કર્મયોગીઓ પોતાના પરિવારજનોથી દૂર રહી દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી આવેલા નર્સ પ્રીતીબેન નૈયારણ રાજકોટમાં છેલ્લા ત્રણ મહિનાથી એક પણ રજા રાખ્યા વગર અવિરત સેવા આપી રહ્યા છે.

Samaras covid Hospital
રાજકોટની સમરસ કોવિડ હોસ્પિટલમાં ત્રણ મહિનાથી સતત ફરજ બજાવતા મહિલા કર્મયોગી

રાજકોટઃ જિલ્લામાં કોરાનાના દર્દીઓની સેવા ચાકરી માટે કર્મયોગીઓ પોતાના પરિવારજનોથી દૂર રહી દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી આવેલા નર્સ પ્રીતીબેન નૈયારણ રાજકોટમાં છેલ્લા ત્રણ મહિનાથી એક પણ રજા રાખ્યા વગર અવિરત સેવા આપી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના જેસર ખાતે રહેતા પ્રીતિબેન ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતા હતા અને તેમને રાજકોટમાં સરકારી કોવિડ હોસ્પિટલમાં કામ કરવાની તક મળતા તેઓ જરા પણ ડર રાખ્યા વગર રાજકોટ આવી ગયા હતા. તેમના પરિવારજનો ભાવનગર જિલ્લામાં રહે છે.

પ્રીતિબેને જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી તેઓ રાજકોટ સમરસ કોવિડ હોસ્પિટલમાં બોયઝ વિભાગના કોવિડ કેર સેન્ટરમાં સેવા આપે છે. અત્યાર સુધીમાં એક પણ રજા રાખી નથી. હોસ્ટેલમાં જ રાત દિવસ રહીને સેવા આપે છે. સરકાર દ્વારા બહારથી આવેલા સ્ટાફને હોસ્ટેલમાં રહેવાની પણ સગવડતા આપવામાં આવી છે.

પ્રીતીબેને વધુમાં જણાવ્યું કે, સમરસમાં દર્દીઓની સારવારમાં નર્સ તરીકે બધી જ કામગીરી ઉપરાંત દર્દીને જમવા કે બીજી કોઇ અગવડતા હોય તો તેમાં પણ તેઓ મદદ કરે છે. કર્મયોગીની ફરજ-નિષ્ઠા અને સતત સેવાને લીધે દર્દીઓના આશીર્વાદ મળતા રહે છે. આ આશીર્વાદને લીધે ત્રણ મહિનાથી કોવિડમાં સતત સેવા છતાં કોઇ મુશ્કેલી પડી નથી. પ્રીતિબેને કહ્યુ કે, માસ્ક, સેનિટાઇઝેશન તેમજ વારંવાર હાથ ધોવામાં આવે તો કોરોનાથી બચી શકાય છે. કોરોનાથી ડરવાની જરૂર નથી. કોઇ તકલીફ હોય તો ‘‘ટેસ્ટ ઈઝ બેસ્ટ’’નું સૂત્ર અપનાવી તપાસ કરાવવી જોઇએ. કોરાનાની સમયસર સારવારથી વહેલા અને સંપૂર્ણ સ્વસ્થ થઇ શકાય છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ કોવિડની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details