- રાજકોટમાં વાહન ચેકિંગ મુદ્દે મહિલા સાથે પોલીસ કર્મીની દાદાગીરી
- વીડિયો વાયરલ થતા તપાસના આદેશ
- મહિલા કાર ચાલકે પોલીસ કર્મીનું આઈ કાર્ડ માગ્યું
રાજકોટઃ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી (Rajkot Greenland Chokdi Video Viral) નજીક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી શરૂ હતી. એવામાં એક મહિલા કારચાલક અહીંથી પસાર થતાં તેની પાસે પોલીસ કર્મચારીએ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત ગાડીના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જોકે આ મહિલાએ સામે પોલીસ કર્મી પાસે આઇકાર્ડ માગ્યું હતું. જેને લઇને સમગ્ર મામલો બિચકયો હતો અને થોડા સમય માટે મહિલા અને પોલીસ કર્મી વચ્ચે જાહેરમાં જ શાબ્દિક માથાકૂટ (brawl between poliice and woman) સર્જાઈ હતી. ત્યારબાદ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે આવી જતા મહિલાની કારને નિયમ મુજબ ટોઇંગ કરવામાં આવી હતી. પોલીસ કર્મીનું નામ હસમુખ રાઠોડ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. મહિલાની કારને ટોઇંગ કરીને ટ્રાફિક શાખા ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં મહિલા દ્વારા દંડ ભરીને પોતાની કારને છોડાવવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના જાસપુરમાં વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ઉમિયા મંદિરનું નિર્માણ કાર્યનો પ્રારંભ