ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના ગોલ્ડ ડીલર એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવારનું સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું - The capital of Saurashtra

દેશ-રજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 62 કોરોના દર્દીઓના મોત થયા છે. શહેરના વેપારીઓ કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્યભૂં લોકડાઉન જાહેર કરી રહ્યા છે.

corona
રાજકોટના ગોલ્ડ ડીલર એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવારનું સ્વૈચ્છીક લોકડાઉનનું

By

Published : Apr 18, 2021, 8:19 AM IST

  • રાજકોટમાં કોરોનાનો કાળો કહેર
  • છેલ્લા 24 કલાકમાં 62 દર્દીઓના મોત
  • વેપારીઓ પાળી રહ્યા છે સ્યભૂં લોકડાઉન

રાજકોટ: જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 62 પોઝિટિવ દર્દીઓના થયા મોત ત્યારે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. સમગ્ર દેશમાં જે રીતે કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે પહેલા અને બીજા તબક્કા કરતા ત્રીજા તબક્કાએ દેશ અને દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે.કોરોનાના રોકવા માટે રાજકોટની સોની બજાર સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના થયા મોત


સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટ પણ સ્વૈચ્છીક લોકડાઉન કારવામાં આવ્યું હતું

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવારનું સ્વૈચ્છીક લોકડાઉનનું આપવામાં આવ્યુ હતું એલાન.રાજકોટની ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંડાવડી સહિતની બજારો સ્વૈચ્છીક બંધ રાખીને સંક્રમણને ઓછું કરી શકાય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટ પણ સ્વૈચ્છીક લોકડાઉન કારવામાં આવ્યું હતું.લોકોને ઘરમાં રહેવા વેપારીઓની સ્વૈચ્છીક અપીલ કરવામાં આવી હતી.અને કોરોનેની ચેઇન તોડી સંક્રમણ રોકવાનો વેપારી ઓએ પ્રયાસ શરૂ કર્યા છે..

ABOUT THE AUTHOR

...view details