ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના એન્જિનિયરે બનાવી રસ્તાઓ પર ચાલતી અનોખી ટ્રેન, સાસણગીરમાં દોડતી જોવા મળશે - Unique train

રાજકોટના યુવાને અનોખી ટ્રેન (Unique train) બનાવી છે. જેને નવા વર્ષના દિવસે રાજકોટના રાજમાર્ગો પર દોડાવી હતી. આ ટ્રેન આગામી દિવસોમાં સાસણ ગીર (Sasan Gir) ના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. કરણ પિત્રોડા નામના યુવક દ્વારા આ મીની ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને શનિવારે વહેલી સવારે સાસણ ખાતે મોકલી આપવામાં આવી હતી.

Unique train
Unique train

By

Published : Nov 7, 2021, 7:11 AM IST

  • રાજકોટના એન્જિનિયરે બનાવી રસ્તાઓ પર ચાલતી અનોખી ટ્રેન
  • ટ્રેન બનાવતા 20થી 25 દિવસનો લાગ્યો સમય
  • ટૂંક સમયમાં ટ્રેન સાસણ ગીરના રસ્તાઓ પર દોડતી જોવા મળશે

રાજકોટઃ શહેરના કરણ પિત્રોડા નામના યુવકે બાળકો માટેની આ ખાસ ટ્રેન (Unique train) બનાવી છે. જેને બનાવા માટે સાસણ (Sasan Gir) રહેતા તેમના મિત્ર દ્વારા તેમને આ ટ્રેન બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. અંદાજીત રૂપિયા 8 લાખના ખર્ચે આ ટ્રેન નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ટ્રેન બનાવવાનો મુખ્ય હેતુ માત્ર નાના બાળકોને મનોરંજન માટેનો જ છે. રાજકોટના રાજમાર્ગો પર આ મીની ટ્રેન ચાલી હતી તો તે એક આકર્ષકનું કેન્દ્ર બની હતી અને રાજકોટવાસીઓને પણ કુતૂહલ સર્જાયું હતું.

રાજકોટના એન્જિનિયરે બનાવી રસ્તાઓ પર ચાલતી અનોખી ટ્રેન,

ટ્રેન સામાન્ય વાહનોની જેમ જ રસ્તાઓ પર દોડે છે

આ ટ્રેનની વિશેષતા એ છે કે તેને ટ્રેક્ટરની ટ્રોલીની મદદથી બનાવવામાં આવી છે અને તેમાં ગાડીના ટાયર લગાડવામાં આવ્યા છે. આ ટ્રેન સામાન્ય વાહનોની જેમ જ રસ્તાઓ પર દોડે છે. આગામી દિવસોમાં આ મીની ટ્રેન સાસણ ગીર (Sasan Gir) ના રસ્તાઓ પર ફરતી જોવા મળશે.

રાજકોટના એન્જિનિયરે બનાવી રસ્તાઓ પર ચાલતી અનોખી ટ્રેન

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર માવઠું પડે તેવી આગાહી કરી

ટ્રેક્ટરની ટ્રોલીની મદદથી ટ્રેનનું કર્યું નિર્માણ

કરણ પિત્રોડાએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ જ્યારે મેં વિવિધ જંકશનમાં ટ્રેન ચાલતી જોઈ ત્યારે મને વિચાર આવ્યો કે હું રસ્તાઓ પર ચાલતી ટ્રેન બનાવું અને ત્યારબાદ માત્ર સાસણ ગીર (Sasan Gir) રહેતા મિત્રએ પણ મને આ ટ્રેન પોતાના ફાર્મમાં ચલાવવા માટેનો ઓર્ડર આપ્યો અને મેં રસ્તાઓ પર ચાલતી ટ્રેન ટ્રેક્ટરની ટ્રોલી (Tractor trolley) વડે બનાવી હતી. કરણ પણ એક એન્જિનીયર છે અને વ્યવસાયે ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલા છે. ભારતના અલગ અલગ શહેરો માટે પણ તેમણે વિવિધ રાઈડ્સ બનાવી છે.

રાજકોટના એન્જિનિયરે બનાવી રસ્તાઓ પર ચાલતી અનોખી ટ્રેન

આ પણ વાંચો:Hajira To UT Diu Cruise : જય સુફિયા ક્રૂઝ દીવ આવી પહોંચી

બાળકોથી લઈને મોટાઓ પણ બેસી શકશે

આ મીની ટ્રેન આગામી દિવસોમાં સાસણ ગીર (Sasan Gir) માં દોડશે. સાસણમાં કરણના મિત્ર દ્વારા લોકોના મનોરંજન માટે નવા પ્રોજેક્ટની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ કરણ દ્વારા આ અનોખી મીની ટ્રેન (Unique train) તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનમાં નાના બાળકોથી લઈને મોટાઓ પણ બેસી શકશે અને ટ્રેન જેવી જ મજા રસ્તાઓ પર માણી શકશે.

ABOUT THE AUTHOR

...view details