- 12 મે એટલે 'વિશ્વ નર્સિંગ દિવસ'
- આ દિવસ સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિતે ઉજવાય છે
- બધા સિસ્ટર કોરોના દર્દીની સેવામાં સતત ખડે-પગે
રાજકોટ: આ સમય સરહદ પરના ઘાયલ સૈનિકોની સારવારની વાતનો નહીં, પરંતુ સમગ્ર વિશ્વને કોરોના રૂપી દૈત્યએ જ્યારે ભરડો લીધો છે, ત્યારે દેવદૂત બની સફેદ વસ્ત્રમાં PPE કીટ પહેરી દર્દીઓની સારવાર માટે યોદ્ધા બની અનેક ફ્લોરેન્સ વીરાંગનાઓની બહાદુરીની ગાથાનો સમય છે. પરિવારની દેખભાળ સાથે દર્દીઓની સારવારમાં જીવનું જોખમ છે, પરંતુ સેવા અને ફરજનિષ્ઠ સિસ્ટર્સ એક પણ દિવસની રજા લીધા વગર આ જવાબદારીને ઈશ્વરનો પ્રસાદ માની નિભાવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેની હેઠળ આવતી તમામ સંસ્થાઓમાં હાલમાં કુલ મળી 552 મહિલા નર્સ તરિકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે.
12 મે 'વિશ્વ નર્સિંગ દિવસ'
આપણે જે સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિતે 12 મે 'વિશ્વ નર્સિંગ દિવસ' મનાવીએ છીએ. જો આજ તેઓ જીવિત હોત તો કોવિડમાં સારવાર આપતી નર્સ બહેનોને જોઈ તેણી ચોક્કસ ગૌરવ સાથે કહેત કે આ સેવા માનવતાની ગરિમાને ઉજાગર કરતી ઉતમ સેવા છે. તેમ સિવિલ નર્સિંગ સ્ટાફ જણાવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મેટ્રન નીરુબેન મહેતા 32 વર્ષથી ડોક્ટર્સ સાથે ખભે ખભા મિલાવી દર્દીઓની સારવાર કરી રહ્યા છે. હાલ 200થી વધુ નર્સિંગ સ્ટાફના સંચાલનની જવાબદારી તેઓ અદા કરી રહ્યા છે.
દર્દીની સેવામાં સતત ખડે-પગે
કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર ચાલે તે માટે તેમના સતત નિદર્શન હેઠળ રોજે રોજ સ્ટાફ સાથે સંકલન, દર્દીઓની ડોક્ટરની સૂચના મુજબની સારવાર થાય છે કે નહિ સહિતનું માર્ગદર્શન તેઓ કરી રહ્યા છે. સાથો સાથ પરિવારની જવાબદારી તો ખરી જ. પાંચ સભ્યોના પરિવારમાં તેઓ, તેમના પતિ અને નણંદ કોરોના પોઝિટિવ આવ્યા, પરંતુ 10 દિવસની રજાને બાદ કરતાં કોઈ જ રજા લીધા વગર રોજ 10 કલાકથી વધુ સમય સારવાર માટે વિતાવવાનો. થાક લાગે પરંતુ એક સાથે આટલા બધા દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોઈ ત્યારે સઘળું કરી છૂટવાની ઈશ્વર શક્તિ આપે છે તેમ નિરુબેન જણાવે છે.
આ પણ વાંચો: સગર્ભાવસ્થા મુસ્લિમ નર્સ રોજા રાખી દર્દીઓની કરી રહી છે સેવા
સારવાર દરમિયાન માત્ર દવા જ નહીં પરંતુ દર્દીને સાંત્વના
સારવાર દરમિયાન માત્ર દવા જ નહીં પરંતુ દર્દીને સાંત્વના, જરૂરી સમાન અને ક્યારેક મોબાઈલ પર પરિવાર જોડે વાત કરાવી આપવામાં પણ અમારી બહેનો મદદરૂપ બનતી હોઈ છે. દર્દી જ્યારે સાજો થઈ તેમના પરિવાર સાથે હસતો રમતો આશીર્વાદ આપી ઘરે જાય તે ક્ષણ અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હોવાનું નીરુબેન જણાવે છે.
કર્મનિષ્ઠ સિસ્ટર કાજલબેન