ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી જળાશયોમાં કુલ 36.2 ટકા નવા નીર આવ્યા - રાજકોટ

રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થઈ છે. મળતી માહિતી પ્રમાણે ભાદર ડેમમાં 26મી.મી. વરસાદથી પાણીની આવકમાં 1.54 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 22.20 ફૂટ થઈ છે.

રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાશ 36.02 % પાણી ઉપલબ્ધ
રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાશ 36.02 % પાણી ઉપલબ્ધ

By

Published : Sep 10, 2021, 2:49 PM IST

  • રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ
  • જળાશયોમાં કુલ 36.2% નવા નીર આવ્યા
  • જળાશયોમાં નવા નીર આવતાં ખેડૂતો અને તંત્રને હાશકારો

રાજકોટ: રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થઈ છે. મળતી માહિતી પ્રમાણે ભાદર ડેમમાં 26મી.મી. વરસાદથી પાણીની આવકમાં 1.54 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 22.20 ફૂટ, આજી – 1 ડેમ પર 15 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.43 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 16.80 ફૂટ, આજી – 2 ડેમ પર 50મી.મી. વરસાદથી પાણીની આવકમાં 0.20 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 30.10 ફૂટ, આજી – 3 ડેમ પર 75 મી.મી. વરસાદથી પાણીની આવકમા 0.33 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે 21.40 ફૂટ જોવા મળી રહી છે.

આજી–1 ડેમમા 1.43, વેરી ડેમમા 1.57 ફૂટનો વધારો

સુરવો પર 47 મી.મી. વરસાદથી પાણીની આવકમા 0.66 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 5.10 ફૂટ, વેરી ડેમ પર 135 મી.મી. વરસાદથી પાણીની આવકમાં 1.57 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે 9.40 ફૂટ, ન્યારી -1 ડેમ પર 18 મી.મી સાથે પાણીની આવકમા 0.16 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 17.10 ફૂટ, ન્યારી – 2 ડેમ પર 35 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.64 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે 13.10 ફૂટ, છાપરાવાડી -1માં 110 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.48 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 12.70 ફૂટ છે.

રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાશ 36.02 % પાણી ઉપલબ્ધ

આ ઉપરાંત છાપરાવાડી -2 માં 55 મી.મી. વરસાદથી પાણીની આવકમાં 0.98 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે 2.20 ફૂટ, ઈશ્વરીયામાં 50 મી.મી. વરસાદથી પાણીની આવકમાં 0.49 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 5.40 ફૂટ, ભાદર - 2 ડેમમાં 20 મી.મી. વરસાદથી પાણીની આવકમા 0.49 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે જીવંત જળ સપાટી 11.50 ફૂટ, કર્ણકી 55 મી.મી. વરસાદથી પાણીની આવકમા 1.97 ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી 12.50 ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાશ 36.02 % પાણી (7678 મી.ક્યુ. ફીટ) પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળ દ્વારા જાણવા મળ્યું છે.

વધુ વાંચો: રાજકોટમાં આવતા 'સૌની યોજના'ના પાણીનું બિલ રૂપિયા 80 કરોડ, આજીડેમની માલિકીનો છે વિવાદ

વધુ વાંચો: રાજકોટમાં સતત ગતરાત્રીથી વરસાદ, ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ

ABOUT THE AUTHOR

...view details