- કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી રાજકોટ જિલ્લામાં તંત્ર એલર્ટ
- જિલ્લામાં 0થી 5 વર્ષના બાળકોના આરોગ્યની તપાસ
- બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી
રાજકોટઃ હાલમાં કોરોનાકાળની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણની સ્થિતિ જોવા મળે તેવા તજજ્ઞોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લામાં બાળકોમાં ત્રીજી લહેરના સંભવિત સંક્રમણને રોકવા માટે અટકાયતી પગલાંનાં ભાગરૂપે બાળકોનું સ્ક્રીનીંગ અગાઉથી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાઇરિસ્ક ગ્રુપ (LBW, SAM/MAM, SNCU Discharge, Chronic Condition etc...)નાં બાળકોને સતત સ્ક્રીનીંગ પ્રક્રિયાથી અલગ તારવી તેમનામાં અસરકારક ઘરેલું મુલાકાત દ્વારા વહેલું નિદાન અને તેમને સારવાર સાથે સાંકળીને તેમનો સંભવિત મૃત્યુદર ઘટાડી શકાય તેમ છે.
જિલ્લામાં 0 થી 5 વર્ષના બાળકોના આરોગ્યની તપાસ
રાજકોટ જિલ્લાનાં 0 થી 5 વર્ષનાં તમામ બાળકોને આશા તથા આંગણવાડી વર્કરો મારફતે તેમના વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સ્ક્રીનીંગ કરી ગંભીર લક્ષણોવાળા બાળકોને RBSK Dedicated ટીમ મારફતે ગૃહ મૂલાકાત લઈને જરૂરી સારવાર તથા હોસ્પિટલ ખાતે દાખલ કરવાની સંકલનની તમામ s,કામગીરી સોપવામાં આવી હતી. આ તમામ કામગીરીનું સુચારૂ અમલવારી માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવે તથા ICDS વિભાગનાં સી.ડી.પી.ઓ. તથા મુખ્યસેવિકા અને આરોગ્ય વિભાગનાં તાલુકા હેલ્થ ઓફિસર અને PHC/UPHCનાં તમામ મેડીકલ ઓફિસરોને મોનીટરીંગ, રેકોર્ડિંગ, સુપરવિઝન તથા રીપોર્ટીગની તમામ કામગીરી સંકલનમાં રહીને કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી
રાજકોટ જિલ્લામાં 0 થી 5 વર્ષનાં બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી. આ બાળકોને આશા વર્કર તથા આંગણવાડી વર્કર મારફતે તેમના વિસ્તારમાં ઘરથી ઘર મુલાકાત કરી સીન્ડ્રોમ એપ્રોચથી પ્રાથમિક સ્ક્રીનીંગ કરી લક્ષણો વાળા બાળકોને મેડીકલ ટીમ પાસે રીફર કરવામાં આવ્યા હતા. આ મેડીકલ ટીમ તેમના ઘરે જઇ તેમની તપાસ કરી સ્થળ પર સારવાર જણાઇ તેમને વધુ સારવાર માટે હાઇર સેન્ટર પર રીફર કરી સારવાર મળી રહે તે મુજબનું સુચારૂ આયોજન કરી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.