- રાજકોટમાં બાળકની રમત ભારે પડી હોય તેવો કિસ્સો સામે આવ્યો
- રમતરમતમાં નાકમાં સ્ક્રુ નાંખી દીધો
- બાળકને હોસ્પિટલમાં લઇ જઇ સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો
રાજકોટઃ રાજકોટના રિશીભાઈ જિંજુવાડિયાના 3 વર્ષના પુત્રએ રમતારમતાં મેટલનો દોઢ ઇંચનો સ્ક્રુ નાકમાં નાખી દીધો હતો. જે શ્વાસ લીધા બાદ વધુ અંદર ફસાયો હતો. જો કે પરિવારના સભ્યો દ્વારા આ મેટલના સ્ક્રુને કાઢવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. છતાં આ મેટલનો સ્ક્રુ નીકળ્યો નહોતો. જ્યારે સ્ક્રુ વધુ અંદર જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું. એવામાં પરિવાર જનોએ આ બાળકને (Child) તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતાં અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગણતરીની મિનિટોમાં જ બાળકના નાકમાંથી આ સ્ક્રુને બહાર કાઢવામાં આવ્યો હતો.
3 વર્ષના બાળકના નાકમાં અંદર સ્ક્રુ ફસાયો
બાળકે (Child) રમતા રમતા સ્ક્રુ હાથમાં લીધો હતો અને પરિવારના સભ્યોની જાણ બહાર આ સ્ક્રુ નાકમાં નાખી દીધો હતો. જે દરમિયાન આ મેટલનો સ્ક્રુ નાકમાં દોઢ ફૂટ અંદર ઉતરી ગયો હતો. એવામાં જો બાળક થોડા પણ જોરથી શ્વાસ લે તો આ સ્ક્રુ નાકમાંથી વધુ અંદર શ્વાસનળી સુધી પણ પહોંચી જવાની શક્યતાઓ હતી. જ્યારે નાના બાળકની રમત રમતમાં એક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તાત્કાલિક હોસ્પિટલની ટીમ દ્વારા દૂરબીન વડે આ બાળકના નાકમાંથી સ્ક્રુને બહાર કાઢ્યું હતું અને બાળકનો જીવ હેમખેમ બચાવ્યો હતો. જ્યારે પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો.