- તૌકતે વાવાઝોડાને કારણે ગયો માસુમનો જીવ
- સરધારપુર ગામમાં દીવાલ ધરાશયી થતાં થઈ દુર્ઘટના
- વેર હાઉસની દીવાલ મકાન પર પડતા થયો અણબનાવ
રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામમાં વેર હાઉસની દીવાલ મકાન પર પડતા શ્રમિક પરિવારના રાજ રાહુલભાઈ હઠીલા ઉંમર વર્ષ ત્રણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શ્રમિક પરિવાર વેર હાઉસની બાજુના મકાનમાં આરામ કરી રહ્યો હતો. ત્યારે મોડી રાતે અતિભારે પવન અને વાવાઝોડાના હિસાબે વેર હાઉસની દીવાલ અચાનક મકાન પર પડતા શ્રમિક પરિવારના ત્રણ વર્ષના માસુમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:રાજકોટમાં આજીડેમ નજીક દીવાલ ધરાશાયી થતા બેના મોત, CCTV ફુટેજ આવ્યા સામે