- રાજકોટ જિલ્લા વહિવટી તંત્રએ ગ્રામ્ય વિસ્તારોમાં કર્યો સરવે
- કોરોના લેવાથી મૃત્યુ થવાની ગ્રામ્ય જનોમાં ગેરમાન્યતા
- ગ્રામ્યજનોની ગેરમાન્યતા દૂર કરવા તંત્રએ મનોવિજ્ઞાનના કર્મચારીઓની લીધી મદદ
રાજકોટઃ દેશને કોરોના મહામારીથી બચાવવા માટે વેક્સિન ઝડપથી લઈ લેવી જોઈએ તેવું આરોગ્ય વિભાગ કહી રહ્યું છે. ત્યારે શહેરી વિસ્તારમાં તો વેક્સિન અંગે જાગૃતિ જોવા મળી રહી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ લોકો વેક્સિન અંગે ગેરમાર્ગે દોરાયેલા છે. રાજકોટ જિલ્લામાં હાલ કોરોના વેક્સિનેશનનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. ત્યારે વહિવટીતંત્ર દ્વારા રાજકોટ મનોવિજ્ઞાન ભવન કર્મચારીઓને સાથે રાખીને હાલ કોરોના વેક્સિન અંગે ગામડે ગામડે લોકોને જાગૃત કરીને સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. આ કોરોના વેક્સિન વિશે અનેક ગેરમાન્યતાઓ રાજકોટ જિલ્લાના ગામડાઓમાં જોવા મળે છે.
ગ્રામ્યજનોની ગેરમાન્યતા દૂર કરવા તંત્રએ મનોવિજ્ઞાનના કર્મચારીઓની લીધી મદદ આ પણ વાંચો-મહીસાગરમાં ભવાઇના કલાકારે કોરોના અંગે જાગૃતિ માટે ગામે-ગામ પ્રચાર કર્યો
માતાજીની કૃપાથી વેક્સિન લેવાની જરૂર નથીઃ ગ્રામ્યજનો
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અન્ય જિલ્લાઓ કરતાં ખૂબ જ ઓછું વેક્સિનેશન થયું છે ત્યારે વહિવટીતંત્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના કર્મચારીઓને ગામડાઓમાં કેમ વેક્સિનેશન ઓછું થઈ રહ્યું છે. તેનો સરવે કરવાની સૂચના આપી છે, જેના ભાગરૂપે મનોવિજ્ઞાનના અધિકારીઓની ટીમ હાલ ગામડે ગામડે ફરી રહી છે, જેમાં પ્રથમ કારણ એવું બહાર આવ્યું છે કે, મોટા ભાગના લોકો કોરોના વેક્સિન વિશે એવું માની રહ્યા છે કે, અમારે માતાજીની કૃપા હોવાથી આ કોરોના વેક્સિન લેવાની જરૂર જણાતી નથી.
કોરોના લેવાથી મૃત્યુ થવાની ગ્રામ્ય જનોમાં ગેરમાન્યતા આ પણ વાંચો-તાપીનું આદર્શ ગામ- ગ્રામજનોની જાગૃતિના કારણે તાપીનું બુહારી ગામ કોરોના મુકત
વેક્સિન લેવાથી મોત થતું હોવાનું ગ્રામ્યજનનું માનવું છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણ પોતાની ટીમ સાથે રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સર્વે કરી રહ્યા છે. જેમાં એક એવું કારણ પણ બહાર આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોના લોકોએ એવું માની રહ્યા છે કે શહેરમાં અલગ કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે અલગ વેક્સિન છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં જે કોરોના વેક્સિનને લઈને ગેર માન્યતાઓ ફેલાયેલી છે. તેના દ્વારા ગામડાઓમાં લોકો એવું માની રહ્યા છે કે કોરોના વેક્સિન લેવાના કારણે મૃત્યુ થાય છે. આમ મનોવૈજ્ઞાનિક સર્વે દ્વારા જાણવા મળી રહ્યું છે કે રાજકોટ જિલ્લાન અલગ-અલગ ગામડાઓમાં કોરોના વેક્સિન અંગે લોકોમાં કેવી કેવી ગેર માન્યતાઓ ફેલાયેલી જોવા મળી રહી છે.