ગુજરાત

gujarat

ETV Bharat / city

EXCLUSIVE:રાજકોટમાં નવા ભળેલા વિસ્તારોમાં હાલ સર્વે, ભવિષ્યમાં દબાણો હટાવાશે - ETV BHARAT EXCLUSIVE

રાજ્યના અલગ અલગ શહેરોના વિકાસ માટે તંત્ર દ્વારા નવા નવા રસ્તાઓ, અંડરબ્રિજ, ઓવરબ્રિજ સહિતના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ETV BHARAT દ્વારા આ સમગ્ર મામલે સ્પેશિયલ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર અને રંગીલા રાજકોટમાં થઈ રહેલા વિકાસ અને લોકોની સુવિધાઓ માટે મનપા તંત્ર દ્વારા ક્યાં પ્રકારે ડીમોલેશન કરવામાં આવે છે. વાંચો અમારો આ વિશેષ અહેવાલ...

રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ મહાનગરપાલિકા

By

Published : Mar 11, 2021, 6:53 PM IST

Updated : Mar 11, 2021, 7:54 PM IST

  • ડીમોલેશન કરતા પહેલા જે-તે વિસ્તારના લોકોને નોટિસ આપવામાં આવે છે
  • ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ નંબર-1 મુજબ નોટિસ આપવામાં આવે છે
  • ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ 10 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે
  • ત્યારબાદ તેમને મૌખિક સૂચનાઓ આપવામાં આવે છે
  • ટીપી રોડ પર આવતા વિસ્તારમાં ડીમોલેશન અંગે કોઈ વળતર મનપા દ્વારા ચૂકવાતું નથી

રાજકોટઃ રાજ્યના અલગ અલગ શહેરોના વિકાસ માટે તંત્ર દ્વારા નવા નવા રસ્તાઓ, અંડરબ્રિજ, ઓવરબ્રિજ સહિતના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ETV BHARAT દ્વારા આ સમગ્ર મામલે સ્પેશિયલ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર અને રંગીલા રાજકોટમાં થઈ રહેલા વિકાસ અને લોકોની સુવિધાઓ માટે મનપા તંત્ર દ્વારા ક્યાં પ્રકારે ડીમોલેશન કરવામાં આવે છે. તેમજ આ ડીમોલેશન દરમિયાન જે તે વિસ્તારમાં વસવાટ કરતા લોકોને વળતર આપવામાં આવે છે કે કેમ આ તમામ બાબતોને ચકાસવામાં આવી હતી.

ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ નંબર-1 મુજબ નોટિસ આપવામાં આવે છે

આ પણ વાંચોઃરાજકોટ મનપાનું મેગા ડીમોલેશન, 210 કરોડની જમીન ખુલ્લી કરાઈ

ડીમોલેશન મુખ્યત્વે બે એક્ટ મુજબ કરવામાં આવે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ રોડ-રસ્તા કે અન્ડરબ્રિજ અથવા ઓવરબ્રિજના નિર્માણ માટે ડીમોલેશન કરવામાં આવે છે. જે મુખ્યત્વે બે એક્ટ મુજબ કરવામાં આવતું હોય છે. જેમાં પ્રથમ ટાઉન પ્લાલિંગ અર્બન ડેવલોપમેન્ટ 1976 એક્ટ અને બીજો છે GPMC એક્ટ. આ બન્ને કાયદાઓ મુજબ રાજકોટ મનપા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીમોલેશન કરવામાં આવતું હોય છે. બન્ને કાયદાઓ મુજબ જ્યારે પણ ડીમોલેશન કરવામાં આવે ત્યારે જે તે વિસ્તારના લોકોને અગાઉ નોટિસ આપવામાં આવતી હોય છે.

આ પણ વાંચોઃરાજકોટ રેલવે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું

ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ કેવી રીતે થાય છે કાર્યવાહી

ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ જ્યારે પણ કાર્યવાહી કરવાની હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે તે વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અગાઉ ફાઇનલ કરવામાં આવે છે. તેમજ આ વિસ્તારમાં જે પણ રોડ-રસ્તાઓ બનાવાના હોય તેની લંબાઈ, પહોળાઈ પ્રમાણે આ વિસ્તારના લોકોને ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ નંબર-1 મુજબ 10 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે. તેમને મૌખિક સૂચનાઓ આપવામાં આવે છે અને તેમની રજૂઆત પણ સાંભળવાં આવે છે ત્યારબાદ ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જો કે ટીપી રોડ પર આવતા વિસ્તારમાં ડીમોલેશન અંગે કોઈ વળતર મનપા દ્વારા ચૂકવવામાં આવતું નથી.

EXCLUSIVE:રાજકોટમાં નવા ભળેલા વિસ્તારોમાં હાલ સર્વે, ભવિષ્યમાં દબાણો હટાવાશે

GPMC એક્ટ મુજબ કઈ રીતે થાય છે કાર્યવાહી

જ્યારે GPMC એક્ટ મુજબ કોઈ પણ જગ્યાએ સાંકડા રોડ-રસ્તાઓ મોટા બનાવામાં આવતા હોય છે તે દરમિયાન તે વિસ્તારના લોકોને નોટિસ પાઠવવામાં આવે છે. તેમજ આ વિસ્તારના લોકોની રજૂઆતો પણ સાંભળવા આવે છે. તેમને ત્રણ વિકલ્પો આપવામાં આવે છે. જેમાં જેટલી જમીન છે તેટલી જ જમીન સામે આપવામાં આવશે અથવા જે અહીં બાકી રહેલી જમીન ઓર વિવિધ લાભ અથવા જંત્રી પ્રમાણેના વળતર આપવામાં આવે છે અને ત્યારબાદ જ અહીં ડીમોલેશન પ્રક્રિયા કરવામાં આવે છે.

ભૂતકાળમાં ઘણાં લોકોને મફત આવાસ આપવામાં આવ્યા

રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી સાગઠિયાએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જ્યારે ટાઉન પ્લાનિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવે ત્યારે કોઈ વળતર ચૂકવવાનું થયું નથી. GPMC એક્ટ મુજબ કાર્યવાહી થાય એવા કેસમાં વળતર ચૂકવામાં આવે છે. અમૂક કિસ્સામાઓ મનપા દ્વારા વિસ્તારવાસીઓની રજૂઆત સાંભળીને ત્યારબાદ ગરીબ અને જે લોકો પાસે શહેરમાં ઘર ન હોય તેવા લોકોને આવાસની ફાળવણી કરવામાં આવતા હોય છે. રાજકોટ મનપા દ્વારા આવી જ રીતે ભૂતકાળમાં જેમાં રૈયાધાર વિસ્તારમાં તેમજ નાના મૌવા વિસ્તારના અંદાજીત 100 જેટલા લોકોને આવાસ યોજનાઓમાં કવાર્ટર આપવામાં આવ્યા હતા.

નવા ભળેલા વિસ્તારમાં કરવામાં આવશે ડીમોલેશન

તાજેતરમાં જ રાજકોટ મનપાની ચૂંટણી યોજાઈ હતી. જે અગાઉ રાજકોટ મનપાના આસપાસના 5 જેટલા ગામોને રાજકોટ કોર્પોરેશનમાં સમાવામાં આવ્યા હતા. જેમાં માધાપર, ઘંટેશ્વર, નાનામૌવા સહિતના ગામોનો સમાવેશ થાય છે ત્યારે આ વિસ્તારમાં હાલ મનપા દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં અહીં ટીપી સ્કિમ ફાઇનલ થયા બાદ રોડ-રસ્તાઓ તેમજ અનામત પ્લોટ પર જે પણ દબાણો કરવામાં આવ્યા હશે તેને મનપા દ્વારા દૂર કરવામાં આવશે.

Last Updated : Mar 11, 2021, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details