ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ ઑક્સિજનની મોનિટરીંગ માટે કલેકટર દ્વારા ખાસ કમિટી બનાવામાં આવી - Home isolation

હાલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની ખાસ જરૂર પડતી હોય છે. રાજકોટમાં ઓક્સિજન સીલીન્ડરોની કાળા બજારી રોકવા માટે કલેક્ટર દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.

corona
રાજકોટ ઑક્સિજનની મોનિટરીંગ માટે કલેકટરે ખાસ કમિટી બનાવામાં આવી

By

Published : Apr 29, 2021, 1:48 PM IST

  • રાજકોટમાં ઓક્સિજન પર મોનિટરીંગ કરવા માટે કમિટીના રચના કરવામાં આવી
  • હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો રાખવાની કોઈ જરુર નથી
  • હોસ્પિટલ અને હોમ આઈસોલેશન માટે અલગ વ્યવસ્થા

રાજકોટ: જિલ્લામાં ઓક્સિજનના મોનિટરીંગ માટે ખાસ કમિટી તૈયાર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 135 ટનની જરૂરિયાત જેની સામે 110 ટન ઓક્સિજનની આવક છે. શહેરની 102 કોવિડ-નોન કોવિડ હોસ્પિટલોને દૈનિક 50 ટન સિવીલ-સમરસ અને કેન્સર હોસ્પિટલને 60 ટનની ફાળવણી કરવામાં આવે છે, જ્યારે શહેરમાં રિલાન્યસમાંથી 100 ટન અને ભાવનગરથી 20 ટન અને લોકલ સોર્સથી 15 ટન જથ્થો મળે તેવું આયોજન કારવામાં આવી રહી છે.

રાજકોટ ઑક્સિજનની મોનિટરીંગ માટે કલેકટર દ્વારા ખાસ કમિટી બનાવામાં આવી
હોસ્પિટલોને ઓક્સિજનનો સંગ્રહ કરવો નહીંહોસ્પિટલોને ઓક્સિજનનો સંગ્રહ નહિ કરવા અને જરૂરિયાત મુજબ જ માંગ કરવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી. રાજકોટમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે. ઓક્સીજન પ્લાન્ટ પર રીફલીંગ માટે આવતા સીલીન્ડરમાં જરૂરિયાત મુજબ જ રીફલીંગ કરી આપવા સુચના આપવામા આવે છે. જેથી બીનજરૂરી સંગ્રહખોરી ન થાય અને દર્દીને સમયસર ઓક્સીજન મળી રહે.ઑક્સિજનની સંગ્રહખોરી અંગે કલેક્ટરે બનાવી ખાસ કમિટી બનાવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં જ 66 કોરોના દર્દીઓના મોત

હોમ આઇસોલેટેમા રહેતા દર્દીઓ માટે અલગ વ્યવસ્થા

રાજકોટમાં હોમ આઇસોલેશન હેઠળ હોય તેવા દર્દી માટે ઓક્સીજન સીલીન્ડર રીફીલીંગ માટેની અલગ અને હોસ્પિટલમાં સપ્લાય કરવા માટે ઓક્સીજનના ટેન્કર ભરવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ રાજકોટમાં ઓક્સિજનની સૌથી મોટી સમસ્યા છે.ઓક્સીજન પ્લાન્ટ પર રીફલીંગ માટે આવતા સીલીન્ડરમાં જરૂરિયાત મુજબ જ રીફલીંગ કરી આપવા સુચના આપવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details