ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં પ્રેમલગ્ન કરનારી બહેનનું ભાઈએ જ કર્યું અપહરણ - The brother kidnapped the sister

રાજકોટમાં એક ભાઈએ તેની પ્રેમલગ્ન કરનારી બહેનનું જ અપહરણ (Kidnapping) કર્યું હોવાની ઘટના બની છે. ભાઈને તેની બહેનનું પ્રેમલગ્ન (Love marriage) કરવું પસંદ ન હોવાથી તેણે આ અપહરણ કર્યું હતું. રક્ષાબંધન (Rakshabandhan) ના તહેવાર નજીક આવતા આવો બનાવ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Kidnapping in Rajkot
Kidnapping in Rajkot

By

Published : Aug 17, 2021, 7:28 PM IST

  • રાજકોટમાં પ્રેમલગ્ન કરનારી બહેનનું ભાઈએ જ કર્યું અપહરણ
  • તમામ દ્રશ્યો એપાર્ટમેન્ટના CCTV માં કેદ થયા
  • રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા આવો બનાવ ચર્ચાનો વિષય બન્યો

રાજકોટઃ શહેરમાં રહેતા અને પ્રેમલગ્ન (Love marriage) કરનારા યુવાનની પત્નીનું તેના ભાઈ સહિત ત્રણ લોકોએ અપહરણ (Kidnapping) કર્યું છે. યુવતીના ભાઈને પ્રેમલગ્ન પસંદ ન હોવાના કારણે તેને પોતાની જ બહેનનું પતિના ઘરમાંથી અપહરણ (Kidnapping) કર્યું હતું. જે મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ભાઈ દ્વારા બહેનનું અપહરણ (Kidnapping) કરવામાં આવ્યું તે તમામ દ્રશ્યો અહીં લગાવામાં આવેલા એપાર્ટમેન્ટના CCTV માં કેદ થયા છે. હાલમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. તેવામાં આ પ્રકારની ઘટના સામે આવતા શહેર ભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટમાં પ્રેમલગ્ન કરનારી બહેનનું ભાઈએ જ કર્યું અપહરણ

આ પણ વાંચો: વ્યાજખોરીના મામલે પેટ્રોલ પમ્પ કર્મચારીનું થયું અપહરણ

ભાઈએ જ બહેનનું કર્યું અપહરણ

રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા આલાપ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્ક-7 સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા દિપેશ ખીમજીભાઇ પંચાસરા નામના યુવાન ઘરેથી તેની પત્નીનું ભાઈ સહિત ત્રણ લોકોએ અપહરણ કર્યું છે. પતિ દીપેશ ઘરે હાજર ન હોવાથી સાળો નિતીન જસાભાઇ સરેણા સહિત ત્રણ જેટલા લોકો તેની ઘરે આવતા હતા અને તેની પત્ની ઉર્મિલાનું અપહરણ કર્યું હતું. જે અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

રાજકોટમાં પ્રેમલગ્ન કરનારી બહેનનું ભાઈએ જ કર્યું અપહરણ

આ પણ વાંચો: ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરનારા 7 ઝડપાયા

પ્રેમલગ્ન કરતા સાળાએ બનેવીને આપી હતી ધમકી

દીપેશે ગત 13-5-2021 ના રોજ વડીયા ખાતે મોટી પાનેલીની ઉર્મિલા જસાભાઇ સરેણા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ તે પોતાની પત્નિ, માતા-પિતા અને ભાઇ સાથે રાજકોટ ખાતે આલાપ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્ક-7 સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમજ રાજકોટમાં તે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે માર્શલ મોટર્સ નામે ગેરેજ ચલાવે છે. જ્યારે દીપેશે ઉર્મિલા સાથે લવમેરેજ કર્યા હતા તે સાળાને પસંદ ન હતું. જેથી તેને પોતાની બહેન અને દીપેશની પત્નિનું અપહરણ કર્યું છે. જ્યારે સાળાએ અગાઉ પણ દીપેશને ધમકી પણ આપી હતી કે તે તેની બહેનને તેની સાથે રહેવા નહિ દે.

રાજકોટમાં પ્રેમલગ્ન કરનારી બહેનનું ભાઈએ જ કર્યું અપહરણ

ABOUT THE AUTHOR

...view details