ગુજરાત

gujarat

ETV Bharat / city

Suicide In Rajkot: રાજકોટમાં સિક્યુરિટી ગાર્ડે બંદૂકની ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર - The security guard shot himself

રાજકોટ શહેરમાં એક સિક્યોરિટી ગાર્ડે (Security Guard Suicide In Rajkot) પોતાને જ ગોળી મારી આત્મહત્યા (The security guard shot himself) કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રૌઢની આત્મહત્યા મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Suicide In Rajkot
Suicide In Rajkot

By

Published : Jan 4, 2022, 7:17 AM IST

Updated : Jan 4, 2022, 7:50 AM IST

રાજકોટઃશહેરમાં સિક્યુરિટી ગાર્ડે પોતાની 12 બોરની જોટાવાળી બંદૂકમાંથી ગોળી મારી આત્મહત્યા (Security Guard Committed Suicide) કરી લેવાનો બનાવ બનતા ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ પ્રૌઢ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા. જેના કારણે સોમવારે તેમણે પોતાને જ બંદૂકની ગોળી મારીને આત્મહત્યા (Suicide In Rajkot) કરી હતી. પોલીસ દ્વારા આ મામલે અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. આત્મહત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

રાજકોટમાં સિક્યુરિટી ગાર્ડે બંદૂકની ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર

પોતાના ફ્લેટમાં જ કરી આત્મહત્યા

પરેશ ગોરધનભાઈ જોશી અયોધ્યા ચોક નજીક આવેલા શિવ સાગર એપાર્ટમેન્ટના બીજા મળે રહેતા હતા. સોમવારે સાંજના સમયે તેઓએ પોતાની 12 બોરની બંદુક વડે આત્મહત્યા (Security Guard Kill Himself) કરી લીધી હતી. આ મામલાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમના ઘરે પ્રૌઢ લોહીથી લથબથ થઈને જમીન પર પડ્યા હતાં. ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના થરાદમાં સામૂહિક આત્મહત્યા : માતાએ ચાર પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, 2 બાળકીઓનો બચાવ

આ પણ વાંચો: ચોંકાવનારો કિસ્સો: સાવધાન, ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પરથી માત્ર સામાન જ નહિં, ઝેરનો પણ થાય છે વેપલો

Last Updated : Jan 4, 2022, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details