- ઓજશ્વીની ફાઉન્ડેશન દ્વારા પ્રોજેકટ પ્લેટફોર્મ અંતર્ગત શરૂ કરાઈ અનોખી શાળા
- 50થી વધુ વિદ્યાર્થીઓ અને 15થી વધુ વાલીઓ કરી રહ્યા છે અભ્યાસ
- મોટાભાગે મજૂરી કામ કરતા લોકો વધુ પ્રમાણમાં જોડાયા
રાજકોટની એક એવી શાળા, જ્યાં બાળકો સાથે માતા-પિતા પણ કરે છે અભ્યાસ - રાજકોટ આજનાં સમાચાર
ઓજશ્વીની ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં પ્રોજેકટ પ્લેટફોર્મ નામથી એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શરૂ કરવામાં આવેલી શાળામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકો અને તેમનાં વાલીઓને શિક્ષણ આપવામાં આવે છે.
રાજકોટની એક એવી શાળા, જ્યાં બાળકો સાથે તેમના માતા પિતા પણ કરે છે અભ્યાસ
રાજકોટ: શહેરમાં એક એવી શાળા આવેલી છે. જ્યાં બાળકો સાથે તેમના માતાપિતા પણ અભ્યાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે માતાપિતા અભ્યાસ કરે તે વાત સાંભળીને નવાઈ લાગે તેમ છે. પરંતુ, રાજકોટમાં ઓજશ્વિની ફાઉન્ડેશન દ્વારા એક એવી શાળા ચલાવવામાં આવે છે. જેમાં બાળકો અને તેમના માતાપિતા બન્નેને સાથે અભ્યાસ કરાવવામાં આવે છે.