ગુજરાત

gujarat

ETV Bharat / city

આત્મનિર્ભરતાઃ રાજકોટના નવાગઢમાં જ્ઞાનદીપ યુવક મંડળે ફાળો ઉઘરાવી રસ્તો બનાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભરનું સપનું જેતપુરની જનતાએ પૂરું કર્યું છે. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી રસ્તાઓની હાલત કફોળી બની હતી. જેમાં સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા સ્થાનિકોની રજૂઆત ન સાંભળતા જ્ઞાનદીપ યુવક મંડળના લોકોએ ફાળો ઉઘરાવી રસ્તા બનાવવાનું કામ શરુ કર્યું હતું.

By

Published : Aug 27, 2020, 10:49 AM IST

rajkot
રાજકોટ

રાજકોટ: જેતપુરથી પોરબંદર જોડતા નેશનલ હાઈવેના સર્વિસ રોડમાં 3થી 4 ફૂટના ખાડાથી રાહદારીઓ હેરાન પરેશાન થયા છે. આ ખાડાઓથી રોજ અકસ્માત થતા હોય છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નહોતું.

રાજકોટ નવાગઢમાં જ્ઞાનદીપ યુવક મંડળ દ્વારા ફાળો ઉઘરાવી રસ્તો બનાવવામાં આવ્યો

આ કારણે સ્થાનિક લોકોએ રસ્તા પર નીકળતા લોકો પાસેથી ફાળો ઉઘરાવી તાત્કાલિક રસ્તા બનાવ્યા હતાં. જ્યારે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા 5 રેતીના ડમ્પરની સહાય કરવામાં આવી હતી. તંત્રને આ વાતની જાણ થતાં મામલતદાર તેમજ પી.આઈ અને નગરપાલિકાની ટીમ ત્યાં દોડી આવી હતી અને તંત્ર પોતે રસ્તો બનાવી રહ્યું છે, તેવા બણગા ફૂક્યા હતાં.

રાજકોટ નવાગઢમાં જ્ઞાનદીપ યુવક મંડળ
નવાગઢમાં જ્ઞાનદીપ યુવક મંડળે ફાળો ઉઘરાવ્યો

ABOUT THE AUTHOR

...view details