- 11 ખુલ્લા પ્લોટોની 4,98,30,000 જેટલી ઊંચી કિંમત બોલાઈ
- રૂડા ટ્રાન્સપોર્ટ નગર, આણંદપર (નવાગામ)ના રેવન્યુ સર્વે નં.207 પૈકીનાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી
- હરાજી દરમિયાન કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ નીરજ વાણીયા તથા તેમની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
રાજકોટ: રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે રૂડા ટ્રાન્સપોર્ટ નગર, આણંદપર (નવાગામ)ના રેવન્યુ સર્વે નં.207 પૈકીનાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી રૂડા ટ્રાન્સપોર્ટ નગર કોમર્શીયલ કોમ્પલેક્ષ ખાતે સવારે 9 કલાકથી યોજવામાં આવી હતી. જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ઉદ્યોગકારોએ અને રોકાણકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ પ્લોટની હરાજી કિંમતે ખરીદી પણ કરી હતી. આ પ્લોટની હરરાજીમાં અંદાજીત 37 જેટલા આસામીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો :PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi