ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ખાનગી હોસ્પિટલે દર્દીને કોરોનાની સારવારનું રૂપિયા 4 લાખનું બિલ ફટકાર્યું

રાજકોટમાં હાલ કોરોના બેકાબૂ છે. ત્યારે શહેરની મોટાભાગની કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી ફૂલ ભરાઈ ગઈ છે. એવામાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓને લૂંટવાનું કારસ્તાન શરૂ કર્યું છે. કોરોનાની સારવારના નામે દર્દીઓ પાસેથી બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. શહેરની નીલકંઠ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ દર્દીને રૂપિયા 4 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે.

By

Published : Aug 31, 2020, 4:37 AM IST

treatment of corona
રાજકોટમાં ખાનગી હોસ્પિટલે દર્દીને કોરોનાની સારવારનું રૂપિયા 4 લાખનું બિલ ફટકાર્યું

રાજકોટઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જિલ્લામાં પણ હાલ કોરોના બેકાબૂ બન્યો છે, જેથી શહેરની મોટાભાગની કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી ફૂલ ભરાઈ ગઈ છે. એવામાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓને લૂંટવાનું કારસ્તાન શરૂ કર્યું છે.

રાજકોટમાં ખાનગી હોસ્પિટલે દર્દીને કોરોનાની સારવારનું રૂપિયા 4 લાખનું બિલ ફટકાર્યું

કોરોનાની સારવારના નામે દર્દીઓ પાસેથી બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. શહેરની નીલકંઠ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ દર્દીને રૂપિયા 4 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 1 લાખનું બીલ તો માત્ર ટેસ્ટ કરવામાં જ આવ્યું છે. એકાએક કોવિડ સેન્ટર દ્વારા કોરોના દર્દીને લૂંટવાની ઘટના સામે આવતા આખરે રાજકોટ વહીવટી તંત્ર જાગ્યું હતું અને સમગ્ર મામલે તપાસ કમિટીને સોંપવામાં આવ્યો છે.

રાજકોટમાં ખાનગી હોસ્પિટલે દર્દીને કોરોનાની સારવારનું રૂપિયા 4 લાખનું બિલ ફટકાર્યું

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અંગેના ભાવ નક્કી કર્યા હોવા છતાં પણ ખાનગી હોસ્પિટલોમા કોરોનાના દર્દી પાસેથી બીલના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details