ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે હાર્યા જંગ - જસદણ તાલુકાની સાણથલી બેઠક

રાજકોટમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે મોતના આંકડાઓમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, રાજકોટ જિલ્લા પંચાયતના જસદણ તાલુકાની સાણથલી બેઠકના ભાજપના મહિલા સભ્ય એવા નિર્મલાબેન ભુવાનું નિધન થયું છે.

રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે હાર્યા જંગ
રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે હાર્યા જંગ

By

Published : May 2, 2021, 8:14 PM IST

  • રાજકોટમાં કોરોના મહામારીના કારણે પોઝિટિવ કેસનો રાફળો ફાટ્યો
  • જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના મહિલા સભ્યનું નિર્મલાબેન ભુવાનું નિધન
  • આગાઉ પણ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યનું મોત નિપજ્યું હતું

રાજકોટઃરાજકોટ સહિત દેશમાં કોરોનાના પોઝિટિવ કેસનો રાફળો ફાટી રહ્યો છે. ત્યારે, અનેક લોકોના કોરોનાનાં કારણે મોત થઈ રહ્યા છે. આથી, રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્યનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ છે. રાજકોટ જિલ્લા પંચાયતના જસદણ તાલુકાની સાણથલી બેઠકના ભાજપના મહિલા સભ્ય એવા નિર્મલાબેન ભુવાનું નિધન થયું છે. નિર્મલાબેનનું નિધન થતા તેમના પરિવારજનો અને સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 65 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત

5 દિવસ અગાઉ પણ એક સભ્યનું થયું હતું મોત

રાજકોટ જિલ્લા પંચાયના સભ્ય નિર્મલાબેનની સારવાર છેલ્લા 20 દિવસથી રાજકોટમાં શરૂ હતી. ત્યારે, આજે રવિવારે બપોરના સમયે તેમનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. આ અગાઉ પણ જસદણ વિસ્તારના શિવરાજપુર બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય એવા રણજીત મેણીયાનું 5 દિવસ અગાઉ કોરોનાના કારણે મોત થયું છે. હાલ, જસદણ પંથકમાં કોરોનાના કારણે પંચાયતના સભ્યોનું અવસાન થયા શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો:રાજકોટ જિલ્લામાં કોરોના સંબંધિત સમગ્ર પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

ABOUT THE AUTHOR

...view details