- રાજકોટમાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો
- સિનિયર સિટીઝનોની જોવા મળી લાંબી કતાર
- વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉમટી પડ્યા
રાજકોટઃ સમગ્ર દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. રાજકોટમાં પણ કોરોનાની વેક્સિન મોટા પ્રમાણમાં આપવામાં આવી રહી છે. જેને લઈને આજે બુધવારે રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉમટી પડ્યા હતા. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ કોરોના કેસમાં એકાએક રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે હાલ તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.
રાજકોટમાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો આ પણ વાંચો :રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે 250થીવધુ વડીલોને કોરોના વેક્સીન આપવાની કામગીરી શરૂ
સિનિયર સિટીઝન મોટાપ્રમાણમાં ઉમટી પડ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં સિનિયર સિટીઝનોને વેક્સિન આપવામાં આવી રહી છે. આજે બુધવારે કોરોના વેક્સિન માટે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આ કેમ્પ યોજાયો હતો. જેમાં સિનિયર સિટીઝનને પણ કોરોના આપવામાં આવી હતી. જ્યારે સિનિયર સિટીઝનોમાં પણ વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મનપા દ્વારા કોરોના વેક્સિન માટે યોજાયેલા મેગા કેમ્પમાં વહેલી સવારથી જ સિનિયર સિટીઝનો લાંબી કતારમાં જોવા મળ્યા હતા અને વડીલોમાં પણ વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો 45 વર્ષના બીમારી વાળા અને 60 વર્ષથી ઉપરનાને વેક્સિન
હાલ સમગ્ર રાજ્યમાં 45 વર્ષ સુધી ઉપરની વયના અને ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. 60 વર્ષથી વધુના સિનિયર સિટીઝનોને પણ વેક્સીન આપવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરરોજ અલગ- અલગ વિસ્તારમાં જઇને લોકોને મોટાપ્રમાણમાં કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. આજે બુધવારે મનપા દ્વારા વેક્સિન આપવા માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મનપા દ્વારા અલગ અલગ ધર્મના આગેવાનોને પણ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે આજે મેગા કેમ્પ કરીને મોટા પ્રમાણમાં રાજકોટવાસીઓ વેક્સિન લે તેવી મનપા દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો :ગુજરાત કોરોના અપડેટઃ કુલ એક્ટિવ કેસ 8,318