રાજકોટ : રાજકોટના લોધિકા તાલુકાના મેટોડા GIDCમાં આવેલ ફેકટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો(A massive fire broke out in Metoda GIDC Rajkot). બ્લાસ્ટમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત(5 people injured in Rajkot fire) થતા તેમને તત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટ મેટોડા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકો ઇજાગ્રસ્ત 1નું મોત - 5 people injured in Rajkot fire
આજે 10 વાગ્યાના અરસમાં રાજકોટના મેટોડા GIDCમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પર્વ મેટલ નામની કંપનીની ભઠ્ઠીમાં પ્રેસર વધી જતા થયો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવવાામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યું થયું છે. જેનું નામ અરવિંદ જયરામભાઇ ચૌહાણ (ઉ.વ.30) હોવાનું જાણવા મળ્યું છે. A massive fire broke out in Metoda GIDC Rajkot, Fire broke out in a company named Parv Metal, 5 people injured in Rajkot fire
ફેક્ટરીનો ભાગ થયો ધરાશાયી બ્લાસ્ટની ઘટના એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારોમાં જાણે ભૂકંપ અનુભવાયો હોઈ તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારોના બારીઓ સહિતના કાંચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાથી વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. બ્લાસ્ટના કારણે ફેકટરીનો મોટા ભાગનો કાટમાળ ધરાશાયી થયો હતો. ઘટના અંગેની જાણ થતા તરત જ ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ક્યાં કારણોસર બ્લાસ્ટ થયો છે અને કેટલું નુકશાન થયું છે તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.